રાજુલાના વિસળીયામાં માતાએ ત્રણ માસુમ બાળકો સાથે કરી આત્મહત્યા - Sandesh
  • Home
  • Bhavnagar
  • રાજુલાના વિસળીયામાં માતાએ ત્રણ માસુમ બાળકો સાથે કરી આત્મહત્યા
 | 4:15 am IST

ા રાજુલા ા

રાજુલાના વિસળીયા ગામમાં માતાએ ત્રણ બાળકો સાથે કુવામાં પડી આત્મહત્યા કરતા અરેરાટી વ્યાપી જવા પામી હતી. ઘટનાની જાણ થતા પોલીસ સ્ટાફ્ તેમજ આગેવાનો હોસ્પિટલે દોડી ગયા હતા.

જાણવા મળતી વિગત મુજબ રાજુલાના વિસળીયા ગામમાંથી હંસાબેન શિયાળ (ઉવ ૩૩) તેના ત્રણ બાળકો આરતી શિયાળ (ઉવ ૭), હિતેશ શિયાળ (ઉવ ૩) તેમજ કૌશિક શિયાળ (ઉવ ૫) લાપતા હતા. જેની જાણ ડુંગર પોલીસ મથકે ગઈકાલે કરાઈ હતી આજે સવારે વિસળીયા ગામની સીમમાં આવેલ કુવામાં આ લાશ જોવા મળતા ગામના આગેવાન સરપંચ વિક્રમભાઈ શિયાળ રાજાભાઈ શિયાળને પોલીસે જાણ કરતા ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને લાશની ઓળખ કરી હતી ઘટનાની જાણ થતા ડીવાયએસપી કૌશલ ઓઝા પીએસઆઇ સોલંકી તેમજ સીપીઆઇ ગોહિલ સહિતનો કાફ્લો ઘટનાસ્થળે દોડી જય તપાસ હાથ ધરી હતી

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે પતિ પત્ની વચ્ચે ચાલતા ઝઘડાથી આ પગલું ભર્યું છે.પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે પતિ પત્ની વચ્ચે ચાલતા ઝઘડાથી કંટાળીને પત્નીએ આ પગલું ભર્યું છે.ચારેય મૃતદેહોને પીએમ માટે રાજુલા હોસ્પિટલમાં લવાયા હતા જ્યાં પીએમ કાર્યવાહી કરી મૃતદેહોને વિસળીયા લઇ જવાયા હતા નાના એવા ગામમાં ચાર અર્થી સાથે નીકળતા ગામમાં ઘેરો શોક વ્યાપી જવા પામ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન