રાજ્યના પૂર્વ ઊર્જા મંત્રીના પુત્રના નિધનથી માંગરોળ પંથકમાં શોક - Sandesh
  • Home
  • Junagadh
  • રાજ્યના પૂર્વ ઊર્જા મંત્રીના પુત્રના નિધનથી માંગરોળ પંથકમાં શોક

રાજ્યના પૂર્વ ઊર્જા મંત્રીના પુત્રના નિધનથી માંગરોળ પંથકમાં શોક

 | 12:52 am IST

માંગરોળ : ચાર ટર્મ સુધી માંગરોળના ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા અને રાજ્યના ઉર્જામંત્રી રહી ચુકેલા કોંગ્રેસના મહિલા અગ્રણીના પુત્રનું ગાંધીનગરમાં હાર્ટ એટેકથી મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયું છે. ચાર ટર્મ સુધી માંગરોળના ધારાસભ્ય રહી ચુકેલા અને રાજ્યના ઉર્જામંત્રી તરીકે ફરજ બજાવી ગયેલા કોંગ્રેસના મહિલા અગ્રણી ડૉ. ચંદ્રીકાબેન ચુડાસમાના એકના એક યુવાન પુત્ર મયુરભાઈ(ઉ. ૪૪)નું ગાંધીનગર ખાતે હૃદયરોગના હુમલાથી મોત નીપજતા આઘાત સાથે ઘેરા શોકની લાગણી પ્રસરી છે. પરિવારની નજીકના લોકોના જણાવ્યા મૂજબ, બે-ત્રણ દિવસ પગેલા મયુરભાઈના ખભાની નસ ખેંચાઈ ગઈ હતી. જેને લીધે સામાન્ય દુખાવો રહેતો હતો. આજે સવારના સાતેક વાગ્યે તબિયત નાદુરસ્ત જણાતા તબિબોને ઘરે બોલાવ્યાં હતાં. દરમયાન અહીંથી ગાંધીનગર જવા નીકળેલા ચંદ્રિકાબેન માનખેત્રા સુધી પહોંચતાજ દુખદ સમાચાર મળતા તે ભાંગી પડયાં હતાં. યુવાન પુત્રના નિધનથી ચુડાસમા દંપતી ભાંગી પડયું હતું. વિશાળ રાજકીય કદ ધરાવતા મહિલા અગ્રણીના પુત્રના અવસાનના સમાચાર મળતા અર્જુનભાઈ મોઢવાડીયા, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, વિવિધ સમાજના આગેવાનોએ સાંત્વના પાઠવી હતી. સાંજે અંતિમયાત્રામાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતાં.