રાજ્યના પૂર્વ શહેરી વિકાસ મંત્રી રમેશ ઠાકોરનું ૭૪ વર્ષે નિધન - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • રાજ્યના પૂર્વ શહેરી વિકાસ મંત્રી રમેશ ઠાકોરનું ૭૪ વર્ષે નિધન

રાજ્યના પૂર્વ શહેરી વિકાસ મંત્રી રમેશ ઠાકોરનું ૭૪ વર્ષે નિધન

 | 2:52 am IST

લોકસેવા સાથે જોડાયેલા રમેશ ઠાકોર એ.આઇ.સી.સી.ના સભ્ય પણ હતા

કેન્સરે ઉથલો મારતા કોંગ્રેસે કાર્યક્ષમ અગ્રણી ગુમાવ્યો

ા વડોદરા ા

શહેરી વિકાસ અને પાણી પુરવઠા વિભાગના રાજ્યના પૂર્વમંત્રી રમેશ ઠાકોરનું ૭૪ વર્ષની ઉંમરે શનિવારે સવારે નિધન થયું હતું. સ્વર્ગસ્થના અગ્નિ સંસ્કાર ગાજરાવાડી મોક્ષધામ ખાતે કરાયા હતા. રમેશ ઠાકોરના નિધનથી કોંગ્રેસે કાર્યક્ષમ અગ્રણી-પાયાના મજબુત કાર્યકરને ગુમાવ્યા છે.

શહેરના આર.વી.દેસાઇ રોડ ગુજરાત કોલોનીમાં રહેતા રમેશભાઇ રામસિંગભાઇ ઠાકોરે સન ૧૯૮૫ના અરસામાં શહેરી વિકાસ અને પાણી પુરવઠા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી તરીકે ફરજ બજાવી હતી. એ પૂર્વે સન ૧૯૭૫થી બે ટર્મ માટે કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા. સેવાસદનમાં સ્થાયી સમિતીના અધ્યક્ષ તરીકે પણ ફરજ બજાવી હતી. જીવનપર્યંત લોકસેવા સાથે જોડાયેલા રમેશ ઠાકોર(ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ)એ.આઇ.સી.સી.ના સભ્ય પણ હતા. ૧૫ વર્ષ સુધી ઓ.બી.સી. વિભાગના ચેરમેન, વડોદરા મહાનગર પાલિકાના નોકર મંડળ તેમજ વડોદરા મહાનગર પાલિકા મહામંડળના પ્રવર્તમાન પ્રમુખ તરીકે પણ સક્રિય હતા. માંડવી અપના બજારમાં ઉપ-પ્રમુખ તરીકે પણ ફરજ બજાવતા હતા. રમેશભાઇ ઠાકોરના પૌત્ર અને ગ્દજીેંૈંના પૂર્વ પ્રમુખ દેવાંગ ઠાકોરે કહ્યું હતું કે, દાદાને સ્વરપેટીના કેન્સરે ઉથલો મારતા નિધન થયું હતું.

સવા વર્ષમાં ઠાકોર પરિવારે ત્રણ મોભી ગુમાવ્યા

રમેશભાઇ ઠાકોરના મોટા પુત્ર અને કોર્પોરેટર જીતેન્દ્રભાઇ ઠાકોરનો તા.૧૬મી મે ૨૦૧૯ના રોજ તેમજ નાના પુત્ર વિકાસભાઇનો તા.૧૨મી ઓગસ્ટ ૨૦૧૯ના રોજ સ્વર્ગવાસ થતા રમેશભાઇ વ્રજઘાત સહન કરી શક્યા ન હતા. સવા વર્ષમાં ત્રણ મોભી ગુમાવતા ઠાકોર પરિવાર દુઃખના ડુંગર નીચે દબાયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;