રાજ્યના માર્ગ-મકાન વિભાગમાં નવા સચિવ તરીકે વસાવા - Sandesh
  • Home
  • Ahmedabad
  • રાજ્યના માર્ગ-મકાન વિભાગમાં નવા સચિવ તરીકે વસાવા

રાજ્યના માર્ગ-મકાન વિભાગમાં નવા સચિવ તરીકે વસાવા

 | 4:04 am IST

ગાંધીનગર, તા.૧૯ 

ગુજરાત સરકારે માર્ગ-મકાન વિભાગમાં સિનિયોરિટી જાળવી નવા સચિવ તરીકે એસ.બી.વસાવાની નિયુક્તિ કરી છે. વર્તમાન સચિવ પી.જે.પટેલ ૩૧મી જુલાઈએ નિવૃત્ત થશે, એ પછી નવા સચિવ જવાબદારી સંભાળશે. 

ચીફ એન્જિનિયર વસાવા માર્ગ-મકાન વિભાગમાં અધિક સચિવ તરીકે ફરજ બજાવતા હતા. એમને સચિવના દરજ્જે પ્રમોશન અપાયું છે.  રાજ્ય સરકારે નવો ચીલો પાડતા સિંચાઈ સચિવ એમ.કે.જાદવને ગત ૩૦મી જૂને તેમના રિટાયરમેન્ટના છેલ્લા દિવસે કોન્ટ્રાક્ટથી એક વર્ષનું એક્સટેન્શન આપ્યું હતું. એને કારણે આ નવી પ્રથા માર્ગ-મકાન વિભાગમાં પણ દોહરાવવામાં આવે તેવી અટકળો શરૂ થઈ હતી. પરંતુ સામાન્ય વહીવટ વિભાગે મહિનો પૂરો થયાના દસ દિવસ અગાઉ નવી નિમણૂક જાહેર કરી ચર્ચાનો અંત લાવી દીધો છે. નવા સચિવ એસ.બી. વસાવા ૨૦૧૬માં નિવૃત્ત થવાના છે, એટલે સચિવ તરીકે એમને ૧૦ વર્ષ કામગીરી કરવાનો મોકો મળશે. એમની અગાઉ એસ.એસ.રાઠૌર ખાસ સચિવ તરીકે ૩ વર્ષ અને સચિવ તરીકે ૧૪ વર્ષ, એચ.પી.જામદાર ૧૦ વર્ષ તેમજ એસ.આઈ.પટેલ ૯ વર્ષ સચિવ તરીકે ફરજ બજાવી ચૂક્યાં છે.