રાજ્યને સાઇબર સુરક્ષા માટે ૨૬૨ કરોડ રૂ.નું ભંડોળ - Sandesh
  • Home
  • Mumbai
  • રાજ્યને સાઇબર સુરક્ષા માટે ૨૬૨ કરોડ રૂ.નું ભંડોળ

રાજ્યને સાઇબર સુરક્ષા માટે ૨૬૨ કરોડ રૂ.નું ભંડોળ

 | 3:44 am IST

મુંબઈ, તા.૧૯

રાજ્યમાં વધી રહેલા સાઇબર ગુનાઓને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે સાઇબર સુરક્ષા માટે પહેલી જ વખત ૨૬૨ કરોડ રૂ.નું નાણાભંડોળ આપવાની જોગવાઇ કરવામાં આવી છે. તેમ જ પોલીસના ઘરના સમારકામ માટે ૨૬૨ કરોડ રૂ.નું ભંડોળ આપવામાં આવ્યું છે. નાણાપ્રધાન સુધીર મુનગંટીવારે ૧૩ હજાર કરોડ રૂ.પૂરક માગણીઓ આજે રજૂ કરી હતી. આ માગણીઓ ઉપર વિધાનસભામાં ૨૫ તેમ જ ૨૬ જુલાઇના રોજ ચર્ચા કરવામાં આવશે. મહાપાલિકા ક્ષેત્રમાં સેવા-સુવિધાઓથી વંચિત નાગરિકોને રાહત આપવા માટે રાજ્ય સરકારે મહત્ત્વનું પગલું લીધું છે. તેમને મૂળભૂત સુવિધાઓ મળી રહે તે માટેના વિકાસકામો માટે સરકારે વધુના ૧૩૧.૭૫ કરોડ રૂ.નું ભંડોળ ઉપલબ્ધ કરી આપવાનો નિર્ણય લીધો છે. સુધીર મુનગંટીવારે ૧૩ હજાર કરોડ રૂ.ની ૩૩ લાખ આપવાની માગણી રજૂ કરી છે. ચોમાસું સત્રના પહેલા જ દિવસે મુનગંટીવારે ઉક્ત માગણીઓ રજૂ કરી હતી. નગરવિકાસ વિભાગને પણ મહાપાલિકા ક્ષેત્રમાં વિકાસ કામો કરવા માટે વધારાનું નાણાંભંડોળ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આવનારી મહાનગરપાલિકાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણયઔલેવામાં આવ્યો હોય એવું પણ કહેવાઇ રહ્યું છે.