રાજ્યનો કુખ્યાત બુટલેગર ઝુબેર ઝડપાયો - Sandesh
  • Home
  • Baroda
  • રાજ્યનો કુખ્યાત બુટલેગર ઝુબેર ઝડપાયો

રાજ્યનો કુખ્યાત બુટલેગર ઝુબેર ઝડપાયો

 | 3:48 am IST

 

વડોદરા ઃ રાજ્યના નામચીન બુટલેગર ઝુબેર મેમણને કપુરાઈ ચોકડી પાસેથી લોકલ ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડયો હતો. આરોપી વડોદરા શહેર-જિલ્લા, ભરૃચ, અંકલેશ્વર તથા આણંદ જિલ્લાના ૬થી વધુ ગુનામાં વોન્ટેડ હતો.

ઓમકારપુરા ગામ પાસેથી થોડા મહિના પહેલા લોકલ ક્રાઈમ બ્રાંચે રૃ. ૩.૫૦ લાખનો વિદેશી દારૃ ફોર્ચ્યુનર કારમાં લઈને જતાં આરોપીને ઝડપી પાડયો હતો. બનાવની તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. જોકે, તપાસ એલસીબીએ પોતાની પાસે રાખી હતી. એલસીબીએ આરોપીની પુછપરછ કરતાં વિદેશી દારૃ કુખ્યાત બુટલેગર ઝુબેર સફી મેમણ (રહે, વડોદરા)નો હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યાે હતો. છેલ્લા કેટલાક મહિનાથી પોલીસની આંખમાં ધૂળ નાંખી દારૃના હેરાફેરી કરતાં રીઢા ગુનેગારને દબોચવા એલસીબીએ વોચ ગોઠવી હતી. દરમિયાન આજે કપુરાઈ ચોકડી પાસેથી ઝુબેરને પકડી પાડયો હતો. પોલીસે અત્યાર સુધી ક્યાં સંતાયો હતો? દારૃ કોને આપવાનો હતો? આર્િથક મદદ કોણ કરતું હતું? તેની તપાસ કરવા આરોપીના બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;