રાજ્યમાં કોરોનાના નવા 21 કેસ નોંધાયા, વધુ 18 દર્દી સાજા થયા - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • રાજ્યમાં કોરોનાના નવા 21 કેસ નોંધાયા, વધુ 18 દર્દી સાજા થયા

રાજ્યમાં કોરોનાના નવા 21 કેસ નોંધાયા, વધુ 18 દર્દી સાજા થયા

 | 5:46 am IST
  • Share

સારવાર હેઠળના દર્દી વધીને 186 થયા

કોરોનાની વેબસાઇટ અને અખબારી યાદીના આંકડામાં તફાવત

વિતેલા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 21 કેસ નોંધાયા છે. આજે વધુ 18 દર્દી સાજા થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસનો આંક વધીને 186એ પહોચ્યો છે. જેમાંથી 6 વેન્ટિલેટર પર છે. સરકારની કોરોનાની વેબસાઈટ અને આરોગ્ય વિભાગની અખબારી યાદીના આંકડા વચ્ચે તફાવત જોવા મળી રહ્યો છે. ગુજરાત સરકાર દ્વારા સોમવારે પ્રસિદ્ધ કરેલી અખબારી યાદી પ્રમાણે 8,15,890 દર્દી સાજા થયા છે જ્યારે 186 દર્દી સારવાર હેઠળ છે. બીજી તરફ સરકારની વેબસાઈટ પર 8,15,713 દર્દી સાજા થયા છે અને 183 દર્દી સારવાર હેઠળ છે. મહત્વનુ એ છે કે, જો એક દિવસના આંકડા અપડેટ કરાય તો પણ બંને વિગતોનો તાળો મળતો નથી.

અમદાવાદ શહેરમાં નવા 6 કેસ નોંધાયા

અમદાવાદ શહેરમાં વિતેલા 24 કલાકમાં કોરોનાના નવા 6 કેસ નોંધાયા છે. બીજી તરફ શહેરમાં આજે સારવાર દરમિયાન 2 દર્દી સાજા થયાં છે. જિલ્લામાં આજે પણ નવો એકેય કેસ નોંધાયો નથી.

કેશોદમાં ધો.6 અને 7ના વિદ્યાર્થી સહિત 17ને કોરોના

જૂનાગઢ :કેશોદ તાલુકાના મેસવાણ ગામમાં છેલ્લા બે દિવસમાં બે વિદ્યાર્થી સહિત 17 લોકો કોરોના થયો છે. મેસવાણ ગામના સરપંચ રામ લાડાણીએ જણાવ્યું હતું કે, ગામમાં 10 પોઝિટિવ કેસ આવ્યા બાદ આજે વધુ 7 કેસ આવ્યા છે, તેમાં બે વિદ્યાથીનો સમાવેશ થાય છે. તેમાં એક વિદ્યાર્થી ધો.6 અને બીજો ધો.7માં અભ્યાસ કરે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો