રાજ્યમાં પ્રતિબંધ છતાં ગુટખા પાનબીડીના સ્ટોલો પર વેચાય છે - Sandesh
  • Home
  • Mumbai
  • રાજ્યમાં પ્રતિબંધ છતાં ગુટખા પાનબીડીના સ્ટોલો પર વેચાય છે

રાજ્યમાં પ્રતિબંધ છતાં ગુટખા પાનબીડીના સ્ટોલો પર વેચાય છે

 | 3:14 am IST

મુંબઈ, તા. ૨૧  

ગુટખા પર સમગ્ર રાજ્યમાં પ્રતિબંધ હોવાનું કહેવાય છે, પરંતુ મુંબઈ અને ઉપનગરોમાં પાન-બીડીના સ્ટોલો અને દુકાનોમાં ગુટખાનું બિનધાસ્ત વેચાણ થતું હોવાનું નજરે પડયું છે. અસલ કિંમત કરતા ઊંચા ભાવે ગુટખા વેચાય છે. આ બાબતમાં ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) તથા પોલીસ નિષ્ક્રિય હોવાનું જણાય છે. વિભિન્ન કોડવર્ડઉચ્ચારો કે તરત જ ગુટખા મળી જાય છે. એવો પ્રશ્ન ઉદ્ભવે છે કે શું પોલીસ અને અન્ય યંત્રણાને આ વાતની જાણ નથી.  

મુંબઈમાં પાન-બીડીના સ્ટોલ અને દુકાનો પર રાજશ્રી, ગોવા, વિમલ, કોલ્હાપુરી, તુલસી, રજનીગંધા, પાનવિલાસ વગેરે બ્રાન્ડના ગુટખા મળે છે. ગુટખાના પાકીટોને અલગ-અલગ કોડવર્ડઅપાય છે. ઘાટકોપર અને અંધેરીની વચ્ચે આવેલા સાકીનાકામાં ગુટખાના ગોદામો હોવાનું માહિતગાર સૂત્રોએ જણાવ્યું હતું.  ગુજરાત, મધ્ય પ્રદેશ અને દિલ્હીમાં તૈયાર થયેલા ગુટખા રેલવે માર્ગે મુંબઈમાં ઘુસાડાય છે. રસ્તા માર્ગે પણ લવાય છે. મુંબ્રાના કૌસા વિસ્તાર, ઉલ્હાસનગર તથા ભિવંડીમાં પણ બનાવટીગુટખા તૈયાર કરાય છે, જે માનવીના આરોગ્ય માટે ઘાતક છે.

પ્રશાસન હજી પણ નિષ્ક્રિય

ગેરકાયદે ગુટખા વેચીને અનેક પાનબીડીવાળાઓ મસમોટી કમાણી કરે છે. છત્રપતિ શિવાજી ર્ટિમનસ, પવઈમાં હીરાનંદાની, ઘાટકોપર, મુલુંડ, કુર્લામાં લોકમાન્ય ટીળક ર્ટિમનસ વગેરે વિવિધ સ્થળોએ ગુટખા સહેલાઈથી મળે છે. મૂળ કિંમત કરતા વધુ ભાવ લઈને આ વિષ સમાજમાં ફેલાવાઈ રહ્યું છે. ગુટખાના અજગરે મુંબઈને ભરડામાં લીધું હોવા છતાં પ્રશાસન હજી પણ નિષ્ક્રિય જ રહ્યું છે.