રાજ્યમાં ૧૨ હજારથી વધુનું સ્થળાંતર પાંચ મોત, હજારો હેક્ટરમાં પાક ધોવાયો - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • રાજ્યમાં ૧૨ હજારથી વધુનું સ્થળાંતર પાંચ મોત, હજારો હેક્ટરમાં પાક ધોવાયો

રાજ્યમાં ૧૨ હજારથી વધુનું સ્થળાંતર પાંચ મોત, હજારો હેક્ટરમાં પાક ધોવાયો

 | 2:00 am IST
  • Share

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં બે દિવસમાં ૨૫થી ૩૦ ઈંચ જેટલો વરસાદ પડતાં ભારે નુકશાની જવાની ભીતી છે. રાજ્યમાં ૧૨ હજારથી વધુનું સ્થળાંતર પાંચ મોત, હજારો હેક્ટરમાં પાક ધોવાયો છે. અનેક વિસ્તારોમાં હજુ પણ પાણીનો પ્રવાહ ચાલુ હોવાથી અત્યારે સર્વેની કામીગીરી શરૃ થઈ નથી પરંતુ ૨૦૦થી પણ વધુ રસ્તાઓને ધોવાઈ ગયા હોવાનો અંદાજ છે. જે પ્રમાણે માત્ર રસ્તાઓમાં જ ૨૨૦ કરોડથી વધુનું નુકશાન જવાનો અંદાજ છે, આ આંક વધશે તેવુ પણ અનુમાન થઈ રહ્યું છે. અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા હોવાથી બે દિવસમાં ૧૨ હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતુ. સ્થળાંતર કરેલા લોકોને જ્યાં જ્યાં પાણી ઓછરવા લાગ્યાં છે ત્યાં પરત લાવવાની કામગીરી પણ ચાલી રહી છે. ભારે વરસાદના પગલે ખેડૂતોની હાલત ઘણી કફોડી બની છે. કારણ કે, ચોમાસુ કૃષી પાક જેવા કે, મગફળી, કપાસ સહિતનો પાક સાવ ખતમ થઈ ગયો હોવાનું સ્થાનિકોને પુછતા જાણવા મળ્યું છે. આ ઉપરાંત શાકભાજીના પાકમાં પણ ભારે નુકાશન છે. નુકશાનીનો સાચો આંક વરસાદના વિરામ બાદ સરવે દરમિયાન જ સામે આવશે. સ્થાનિકોના જણાવ્યાં પ્રમાણે, મોટા પ્રમાણમાં તબાહી મચી છે.

ધોધમાર વરસાદના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અનેક નદીઓમાં પુરની સ્થિતિ સર્જાઈ છે. હાલની સ્થિતિએ કુલ ૮ જેટલા નાળા પણ તુટી ગયાં હોવાનું જાણવા મળ્યું છે. અનેક મકાનો ધરાશાઈ થઈ ગયા છે તો પશુધનમાં પણ મોટી જાનહાની થઈ છે. પરંતુ હજુ પાણીનો પ્રવાહ ચાલુ હોવાથી મકાનો અને પશુધનનો સર્વે શરૃ કરાયો નથી. રાજ્યમાં કુલ ૫ લોકોના વરસાદના કારણે મોત નિપજ્યાં છે. રાજકોટમાં કુલ ૩ના મોત થયા છે. જેમા રાજકોટના નીલસિટીમાં રહેતા ઉદ્યોગપતિ સોમવારે સવારે  ફ્ેકટરીએ જવા નીકળ્યા ત્યારે છાપરા પાસે કાર પુરના પાણીમાં  તણાઈ જતા ડ્રાયવર સહીત બંને લાપતા થઇ જતા શોધખોળ શરૃ કરી  હતી દરમ્યાન નદીમાં ૫૦૦ મીટર દુર કાદવમાં ખુપેલી કાર અને  તેમાંથી ઉદ્યોગપતિનો મૃતદેહ મળી આવતા પરિવારજનો ભાંગી  પડયા છે જયારે લાપતા ડ્રાયવરની હજુ શોધખોળ ચાલી રહી છે.આ ઉપરાંત ગાંધીનગર સચિવાલયમા વીજળી પડતાં યુવકનું મોત થયુ હતુ. આ સિવાય વલસાડના દુલસાડમાં ભારે વરસાદથી મકાન ધરાશાયી થતા કાટમાળમાં દબાઇ જતાં વૃદ્ધાનું મોત થયું હતુ.

ગાંધીનગર ા ગાંધીનગર જૂના સચિવાલયમાં જિલ્લા પંચાયતના કર્મી મૃતક રજનીકાંત એન. દુલેરા આજે બપોરે જિલ્લા પંચાયતથી ટપાલના કામે જૂના સચિવાલય આવવા માટે નિકળ્યા હતા. એક્ટિવા લઇને જૂના સચિવાલય પહોંચ્યા ત્યારે વરસાદ શરૃ થતા બચવા માટે એક્ટિવા બાજુમાં પાર્ક કરીને બ્લોક નંબર-૧૧ પાસે આવેલા લીમડાના ઝાડ નીચે ઉભા રહ્યા હતા. ત્યારે જ તેમના પર અચાનક વીજળી પડતા જમીન પર ફસડાઈ પડયા હતા. હોસ્પિટલ ખસેડયા હતા પરંતુ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો