રાજ્યમાં ૨૪ કલાકમાં કોરોનાના નવા ૧૫ કેસ નોંધાયા - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • રાજ્યમાં ૨૪ કલાકમાં કોરોનાના નવા ૧૫ કેસ નોંધાયા

રાજ્યમાં ૨૪ કલાકમાં કોરોનાના નવા ૧૫ કેસ નોંધાયા

 | 12:52 am IST
  • Share

ગુજરાતમાં કોરોના વાઈરસ હળવો થતાં છેલ્લા એક મહિનાથી નાગરિકો રાહત અનુભવી રહ્યાં છે. છેલ્લાં કેટલાક દિવસથી રાજ્યમાં કોરોનાના દૈનિક કેસનો આંક ૨૦થી નીચે નોંધાઈ રહ્યો છે. બુધવાર સાંજના પાંચ વાગ્યા સુધીના વિતેલા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૧૫ કેસ નોંધાયા છે. બીજી તરફ બુધવારે સારવાર દરમિયાન રાજ્યમાં કુલ ૧૯ દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. નવા નોંધાયેલા કેસમાં અમદાવાદ અને સુરત મ્યુનિ.માં ૪-૪ કેસ, વડોદરા મ્યુનિ, જામનગર અને રાજકોટ જિલ્લામાં નવા ૨-૨ કેસ અને કચ્છ જિલ્લામાં નવો એક કેસ નોંધાયો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ ૮,૨૫,૬૩૨ કેસ નોંધાઈ ચુક્યાં છે. સંક્રમિત થયેલા પૈકીના કુલ ૮,૧૫,૪૨૩ દર્દીઓ સાજા થયા છે.

અમદાવાદ શહેરમાં વિતેલા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૪ કેસ નોંધાયા છે. શહેરમાં સારવાર દરમિયાન આજે માત્ર ૧ દર્દી જ સાજો થયો છે. જિલ્લામાં આજે પણ નવો એકેય કેસ નોંધાયો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન