રાજ્ય સરકારે ત્રણ સભ્યોની નિયુક્તિ કરતા સ્કૂલ બોર્ડ ૧૫ સભ્યોનું બનશે - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • રાજ્ય સરકારે ત્રણ સભ્યોની નિયુક્તિ કરતા સ્કૂલ બોર્ડ ૧૫ સભ્યોનું બનશે

રાજ્ય સરકારે ત્રણ સભ્યોની નિયુક્તિ કરતા સ્કૂલ બોર્ડ ૧૫ સભ્યોનું બનશે

 | 2:00 am IST
  • Share

અમદાવાદ મ્યુનિ. સ્કૂલ બોર્ડની નવી રચના માટે ગત મહિને યોજાયેલી ચૂંટણીમાં ભાજપના ૧૧ અને કોંગ્રેસના ૧ સભ્ય બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. આ ૧૨ સભ્યો સાથે રાજ્ય સરકારે ત્રણ સરકારી નિયુક્ત સભ્યોની વરણી કરતા મ્યુનિ. સ્કૂલ બોર્ડની પૂર્ણપણે રચના થઈ ચૂકી છે જેની યાદી રાજ્યસરકારે આજે ગેઝેટમાં સત્તાવાર પ્રસિદ્ધ કરતા હવે આગામી એકવીસ દિવસમાં ચેરમેનની વરણી કરવામાં આવશે અને આ સમિતિ મ્યુનિ. સ્કૂલ બોર્ડનું સુકાન સંભાળી લેશે.

પ્રાપ્ત માહિતી અનુસાર ચેરમેનપદ માટે કેટલાંક નામ ઊભરી આવ્યા છે. એ નામોમાં ભાજપના જ વિપુલ સેવકનું નામ નિિૃત મનાય છે એમ વાઇસ ચેરમેનપદે મહિલા ઉમેદવાર યોગીનીબહેન પ્રજાપતિ, ડો. સુજય મહેતાના નામ સ્પર્ધામાં છે. જો કે શાસક પક્ષ ભાજપનો કાયમ એ રવૈયો રહ્યો છે કે, ચેરમેનપદ માટે પક્ષના સંભળાતા નામો કરતા કોઈક અજાણ્યા નામો એકાએક જાહેર થાય અને આૃર્ય સર્જાય તેવું પણ બની શકે. પરંતુ ભાજપનું પાર્લામેન્ટરી બોર્ડ આગામી વિધાનસભાની ચૂંટણી લક્ષમાં લઈને જ ચેરમેન- વાઇસ ચેરમેનની વરણી કરશે એમ મનાય છે.

નિયમ અનુસાર મેયર કિરીટ પરમાર ૨૧ દિવસમાં સ્કૂલ બોર્ડના આ નવા સભ્યોની પ્રથમ બેઠક બોલાવશે જેમાં ચેરમેન-વાઇસ ચેરમેનની વરણી કરવામાં આવશે. રાજ્ય સરકારે મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમ ૧૯૪૯ના અન્વયે ગેઝેટમાં આ પસંદ કરેલા નામોની યાદી પણ પ્રસિદ્ધ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન