રાજ ઠાકરેનો ડ્રીમ પ્રોજેક્ટ 'પાણીમાં' ગરકાવ થયો - Sandesh
  • Home
  • Mumbai
  • રાજ ઠાકરેનો ડ્રીમ પ્રોજેક્ટ ‘પાણીમાં’ ગરકાવ થયો

રાજ ઠાકરેનો ડ્રીમ પ્રોજેક્ટ ‘પાણીમાં’ ગરકાવ થયો

 | 3:44 am IST

મુંબઈ, તા.૧૯

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(મનસે)ના અધ્યક્ષ રાજ ઠાકરેનો ડ્રીમ પ્રોજેક્ટ ગોદાપાર્કપાણીમાં ગરકાવ થઇ ગયો છે. છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજા નાશિકમાં ધોધમાર વરસી રહ્યા છે જેના કારણે ગોદાવરી નદી ગાંડીતૂર બની છે અને નદીમાં પૂર આવવાને કારણે અનેક જગ્યાએ પાણી ભરાઇ ગયા છે. ગોદાપાર્ક એ રાજ ઠાકરેનો ડ્રીમ પ્રોજેક્ટ માનવામાં આવે છે અને છેલ્લા ઘણા વર્ષોથી તેઓ આ પ્રોજેક્ટ પૂરો થાય તેની રાહ જોઇ રહ્યા હતાં. પરંતુ હવે ગોદાપાર્કનો લોકાર્પણ સમારંભ યોજવા માટે પણ રાહ જોવી પડશે એવંુ કહેવાઇ રહ્યું છે. નાશિકમાં પડી રહેલા વરસાદને કારણે ગોદાવરીમાં પૂર આવ્યું છે જેમાં ગોદાપાર્ક પાણીમાં ગરકાવ થઇ ગયો છે. અહીં વીજળીનો થાંભલો પણ પૂરના કારણે પડી ગયો છે અને સંરક્ષણ દિવાલ બનાવવાનું કામ પણ ભરાયેલા પાણીને કારણે શક્ય નથી અને અહીંનો કેટલોક ભાગ પણ પૂરના કારણે તૂટી પડયો છે. પાર્કમાં આવેલા પગથિયા ઉપરની લાદીઓ પણ પૂરમાં વહી ગઇ છે. રિલાયન્સ ફાઉન્ડેશને પચાસ કરોડ રૂ.ના ખર્ચે આ પાર્ક બાંધ્યો હતો અને ૫૦૦ મીટરના આ પાર્કનું ઉદ્ઘાટન ટૂંક સમયમાં યોજવાની તૈયારી મનસે દ્વારા કરવામાં આવી હતી. આ માટે ૧૫-૧૭ જુલાઇ દરમિયાન રાજ ઠાકરે નાશિકની મુલાકાતે પણ જવાના હતાં. પરંતુ પૂરે એમની બધી જ યોજનાઓ ઉપર પાણી ફેરવી નાંખ્યું હોય એવું લાગે છે.