રાણપુરના ઈન્ચાર્જ મામલતદાર ભટ્ટ હૃદયમાં સ્ટેન્ટ મુકાવી ફ્રજ પર હાજર - Sandesh
  • Home
  • Bhavnagar
  • રાણપુરના ઈન્ચાર્જ મામલતદાર ભટ્ટ હૃદયમાં સ્ટેન્ટ મુકાવી ફ્રજ પર હાજર
 | 4:21 am IST

ા બોટાદ ા

વૈશ્વિક મહામારી કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા તબીબો, ર્નિંસગ સ્ટાફ, પોલીસ, સરકારી કર્મચારીઓ ભુખ-તરસ કે દિવસ-રાત પરિવાર કે સ્વાસ્થ્યની ચિંતા કર્યાં વગર ફ્રજ નિભાવી રહ્યા છે. એમાના એક એટલે રાણપુર તાલુકાના ઈન્ચાર્જ મામલતદાર અલ્કેશભાઈ ભટ્ટ. ગઈ તા.૨૩ માર્ચના રોજ વહેલી સવારે તબિયત લથડી હતી. છાતીમાં દુઃખાવો વધતા તાત્કાલિક સારવાર અર્થે તેમને બોટાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. પરંતુ હૃદયમાં પીડા વધતા તેમને વધુ સારવાર અર્થે ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જયાં ડોક્ટરી તપાસ બાદ તેમની હૃદય નળીમાં ૯૦ ટકા જેટલો બ્લોકેજ હોવાનું જાણવા મળ્યું હતું.

રાણપુરના ઈન્ચાર્જ મામલતદાર અલ્કેશભાઈ ભટ્ટ અને તેમના પરિવારજનોની પરવાનગી બાદ ડોક્ટરોએ સફ્ળ સર્જરી કરી સ્ટેન્ટ મુકવામાં આવ્યું હતું. તા.૨૮ માર્ચ સુધી હોસ્પિટલમાં ઓબઝર્વેશનમાં રાખ્યા બાદ રજા આપવામાં આવી હતી. ડોક્ટરોએ તેમને થોડા દિવસ વર્કલોર્ડ છોડી આરામ કરવાની સલાહ આપવામાં આવી હતી. લોકડાઉનની ગંભીર સ્થિતિમાં ૫ દિવસ બાદ પોતે સંપૂર્ણ સ્વસ્થ હોવાની અનુભૂતિ થતાં ઉપરી અધિકારીઓને જાણ કરી અને કોવીડ-૧૯ કોરોના વાયરસની ગંભીરતાને ધ્યાને લઈ ફ્રજ પર પરત લેવાની વાત કરી હતી. ઉપરી અધિકારી દ્વારા તેઓને ફ્રજ પર પરત લેવાતા રાણપુર મામલતદાર કચેરીમાં ઈન્ચાર્જે મામલતદાર અલ્કેશભાઈ ભટ્ટ હાજર થયા હતા. કોરોના વાયરસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોતાના સ્વાસ્થ્ય ચિંતા કર્યાં વગર કોવીડ-૧૯ સામે જંગ લડવામાં સરકારને મદદરૃપ થતા ઈન્ચાર્જ મામલતદાર અલ્કેશભાઈ ભટ્ટના ફ્રજ પ્રત્યેના ઝઝબાને રાણપુરવાસીઓએ બિરદાવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન