રાણપુરના ભાદર નદી પરનો જર્જરીત પુલ દુર્ઘટનાની રાહમાં - Sandesh
NIFTY 10,741.10 -30.95  |  SENSEX 35,432.39 +-114.94  |  USD 67.9800 -0.09
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Bhavnagar
  • રાણપુરના ભાદર નદી પરનો જર્જરીત પુલ દુર્ઘટનાની રાહમાં

રાણપુરના ભાદર નદી પરનો જર્જરીત પુલ દુર્ઘટનાની રાહમાં

 | 1:39 am IST

બોટાદ,તા.૧૩

રાણપુરમાં આવેલ ભાદર નદી પરનો પુલ એકદમ બિસ્માર બન્યો છે. ચાર તાલુકાને જોડતા પુલના મરામતના નામે માત્ર રેલીંગને ધોળીને તંત્રએ સંતોષ માની લેતા અનેક ચર્ચાઓ ઉઠી છે. ચોમાસુ ઢુકડુ છે ત્યારે તાત્કાલિક અસરથી આ પુલની રેલીંગને ઉંચી લઈ બોક્ષ ભરી કામગીરી કરવા માંગ ઉઠી છે.

ભાદર નદી પરના પુલની રેલીંગ તૂટી ગઈ છે. પુલ એકદમ ખખડધજ બન્યો છે. ધંધુકા, બોટાદ, પાળિયાદ, રાણપુર તાલુકાને જોડતો એકમાત્ર પુલ છે. આ પુલ પરથી ૨૪ કલાક વાહનો ધમધમતા હોય છે. નોંધનિય છે કે, ચોમાસામાં ભાદર નદીમાં જોરદાર પાણી વહેતુ હોય છે. ખળખળ વહેતા પાણીનો નજારો જોવા માટે માનવ મેદની ઉમટતી હોય છે. ત્યારે પુલની રેલીંગનુ નામોનિશાન મટયુ છે.

રેલીંગને અડકવાથી ધબોનમાય થઈ જાય એવી સ્થિતી છે. રેલીંગમાં બોક્સીંગ ભરવાની જરૃર છે. ગયા વર્ષે પુલની મરામતના નામે માત્ર ધોળી નાંખવામાં આવ્યો હતો. ત્યારે કોઈ મોટી દુર્ઘટના કે જાનહાનિ થાય એ પહેલા સંબધિત વિભાગ દ્વારા તુરત કામગીરી કરવામાં આવે એવી ઉગ્ર માંગ ઉઠી છે.