રાણીપુરા ગામે ૨૦૦ વર્ષથી ગામ રક્ષા માટે અક્ષય નવમીએ થતો હવન - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • રાણીપુરા ગામે ૨૦૦ વર્ષથી ગામ રક્ષા માટે અક્ષય નવમીએ થતો હવન

રાણીપુરા ગામે ૨૦૦ વર્ષથી ગામ રક્ષા માટે અક્ષય નવમીએ થતો હવન

 | 2:30 am IST

ભૂત પલીતથી બચવા અને આરોગ્યની સુખાકારી માટે હવન થાય છે

ગામની ફરતે દૂધની ધાર સાથે રક્ષા કવચ રૂપી દોરો બંધાય છે

ા ઝઘડિયા ા

ઝઘડીયા તાલુકાના રાણીપુરા ગામે અવિરત છેલ્લા ૨૦૦ જેટલા વર્ષથી અખો નામનો હોમ કરવામાં આવે છે. રાણીપુરા ગામના સ્વર્ગીય બાલકૃષ્ણ જોષી ના જણાવ્યા પ્રમાણે તેમના જન્મના સો વર્ષ પૂર્વેથી ગામમાં આ હવન કરવાની પરંપરા ચાલી આવી છે. હવન કરવા પાછળ નો મર્મ એ છે કે ગ્રામજનો ની ભૂત પલીત થી રક્ષા થાય અને ગ્રામજનોની આરોગ્ય સુખાકારી માટે હવનનું આયોજન થાય છે. હવનમાં ગામમાં સ્વૈચ્છિક ફળો કરી હવન નો ખર્ચો કરવામાં આવે છે અને ગામના યુવાનો આ હવનમાં આહુતિ આપે છે. આ ઉપરાંત હવનના સ્થળે થી અવિરત દૂધની ધાર સાથે દોરા વડે ગામને કવચ કરી સુરક્ષિત કરવામાં આવે છે. આ ઉપરાંત ગામની દરેક શેરીઓ માં લીમડો શ્રાીફ્ળ અને કોપરાની વાટી નો તોરણ બાંધવામાં આવે છે. ૨૦૦ વર્ષથી વધુ જૂની આ પરંપરાને રાણીપુરા ગામના આજના ડિજિટલ યુગ ના યુવાનો પણ જાળવી રહ્યા છે અને પરંપરાને આગળ ધપાવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન

;