રાત્રે કરેલી આવી ભુલના કારણે કથડે છે ઘરની આર્થિક સ્થિતી - Sandesh
  • Home
  • Astrology
  • રાત્રે કરેલી આવી ભુલના કારણે કથડે છે ઘરની આર્થિક સ્થિતી

રાત્રે કરેલી આવી ભુલના કારણે કથડે છે ઘરની આર્થિક સ્થિતી

 | 6:46 pm IST

હિંદૂ ધર્મશાસ્ત્રોમાં અનેક એવા નિયમ દર્શાવામાં આવ્યા છે જેનું પાલન કરવું જરૂરી છે. આમાંથી જ કેટલાક નિયમ એવા છે જેનું પાલન સ્ત્રી-પુરુષે રાત્રિના સમયે કરવું જોઈએ. આ નિયમોનું પાલન ન કરનારને આર્થિક સમસ્યાનો સામનો કરવો પડે છે. આજે જાણી લો કે એવા કયા કામ છે જે રાત્રે કરવાથી બચવું જોઈએ.

રાત્રે ધોયેલા કપડાં બહાર ન રહેવા દેવા. કપડાં ન સુકાયા હોય તો પણ તેને દોરી પરથી ઉતારી ઘરમાં રાખી દેવા જોઈએ. રાત્રે કપડાં બહાર રાખવાથી તેના પર મૃત ‘ચી’નો પ્રભાવ પડે છે. જેને ખરાબ માનવામાં આવે છે.

– રાત્રે સૂતી વખતે પગ અથવા માથું દરવાજા તરફ ન રાખવું. તેને પણ અશુભ માનવામાં આવે છે.

– હિંદૂ પંચાગ અનુસાર ખાસ તિથિ હોય ત્યારે શારીરિક સંબંધ ન બાંધવા જોઈએ.

– અશ્લિલ સાહિત્યનું વાંચન ન કરવું, તેનાથી નકારાત્મક ઊર્જાનો પ્રભાવ વધી જાય છે.

– રાત્રે જલદી સૂઈ જવું તેમજ વહેલી સવારે ઊઠી જવું જોઈએ. રાત્રે મોડે સુધી જાગવાથી શરીરમાં રોગ અને શોક ઘર કરી જાય છે, ત્યાં લક્ષ્મીજીનો વાસ રહેતો નથી.

– રાત્રે રૂમમાં અંધારું ન રાખવું, નાની લાઈટ અવશ્ય રાખવી.

– રાત્રે સૂતી વખતે બેડશીટ બદલીને જ સુવાનો આગ્રહ રાખવો. સાફ બેડશીટનો ઉપયોગ કરવાથી નકારાત્મક પ્રભાવ ઘટી જાય છે.