રાપરથી ૧૩ કિમી દૂર ૩.૭ ની તીવ્રતાના આંચકાથી ચિંતા પ્રસરી - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Kutch-Bhuj
  • રાપરથી ૧૩ કિમી દૂર ૩.૭ ની તીવ્રતાના આંચકાથી ચિંતા પ્રસરી

રાપરથી ૧૩ કિમી દૂર ૩.૭ ની તીવ્રતાના આંચકાથી ચિંતા પ્રસરી

 | 2:00 am IST
  • Share

કચ્છમાં વર્ષ ૨૦૦૧માં આવેલા વિનાશક ભૂકંપ બાદ સમયાંતરે નાના મોટા આંચકા આવતાં જ રહે છે, જેમાં હાલ થોડા સમય સુધી ધરણી શાંત રહ્યા બાદ ફરીથી હળવાથી મધ્યમ આંચકા અનુભવાતાં લોકોમાં ચિંતા સાથે ભયની લાગણી જન્મી છે.
રાપરથી ૧૩ કિમી દૂર વહેલી સવારે ૪ઃ૨૨ વાગ્યે ૩.૭ની તીવ્રતાનો આંચકો અનુભવાતાં લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
કચ્છ જિલ્લો ભૂકંપ ઝોનમાં આવતો હોઇ સમયાંતરે અહીં ભૂ-હલચલ થતી જ રહે છે. જોકે, ૩થી ઓછી તીવ્રતાના આંચકાની અસર તો નહીંવત્ જેવી જ થતી હોય છે, પરંતું તેનાથી વધુ તીવ્રતાના આંચકાના કારણે ઘરોમાં રહેલા વાસણો ખખડતાં હોવાથી લોકો બહાર દોડી જતાં હોય છે. વિનાશક ભૂકંપને બે દાયકા વિત્યા છતાં પણ હજુ સુધી લોકોના મન મસ્તિસ્કમાંથી ભૂકંપનો ડર સાવ નાબૂદ થયો નથી અથવા તો સમયાંતરે આવતાં નાના-મોટા આંચકાથી લોકોના મનનો ડર દૂર થતો નથી.
આ અંગે સિસ્મોલોજી કચેરી, ગાંધીનગરના સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો પ્રમાણે રાપરથી ૧૩ કિમી દૂર કેન્દ્રબિંદુ ધરાવતો ૩.૭ની તીવ્રતાનો આંચકો વહેલી સવારે ૪ઃ૨૨ વાગ્યે નોંધાયો હતો. જેની ઊંડાઇ ૧૬.૨ કિમી ભૂગર્ભમાં રહી હતી. આ અગાઉ રાત્રે ૨ઃ૨૦ વાગ્યે બેલાથી ૫૪ કિમી દૂર કેન્દ્રબિંદુ ધરાવતો ૨.૪ની તીવ્રતાનો આંચકો પણ અનુભવાયો હતો.
જોકે, ૩.૭ ની તીવ્રતાના આંચકાના પગલે ભરનિદ્રામાં સૂતેલા લોકો પણ સફાળા જાગી ગયા હતા. વાગડ ફોલ્ટ લાઇન જ્યારથી સક્રિય થઇ છે ત્યારથી નાના-મોટા આંચકા સમયાંતરે આવતાં જ રહે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો