રાપરમાં કોરોનામાંથી સ્વસ્થ થયા બાદ પણ મગજ પર છાપ દૂર ન થતાં ખેડૂતનો આપઘાત - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Kutch-Bhuj
  • રાપરમાં કોરોનામાંથી સ્વસ્થ થયા બાદ પણ મગજ પર છાપ દૂર ન થતાં ખેડૂતનો આપઘાત

રાપરમાં કોરોનામાંથી સ્વસ્થ થયા બાદ પણ મગજ પર છાપ દૂર ન થતાં ખેડૂતનો આપઘાત

 | 2:00 am IST
  • Share

રાપરના નવાપરા વિસ્તારમાં રહેતા ખેડૂતને ગત ઉનાળામાં કોરોના થયો હતો, જેથી હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા હતા. કોરોનાને માત આપીને ખેડૂત સ્વસ્થ થઈ ગયા હતા, પરંતુ કોરોનાએ મગજ ઉપર છાપ છોડી દેતાં ખેડૂત અસ્વસ્થ રહેતા હતા. આ દરમિયાનમાં પોતાની વાડીએ લીમડાના ઝાડમાં ખાટલાની પાટી બાંધી ગળેફાંસો ખાઈ મોતનો માર્ગ અપનાવી લેતાં અરેરાટી પ્રસરી ગઈ છે.
રાપર પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ ગત મંગળવારના રાત્રિના ૪ વાગ્યાથી સવારના ૬ઃ૪પ વાગ્યા દરમિયાન આત્મહત્યાનો બનાવ બન્યો હતો. શહેરના નવાપરા વિસ્તારમાં રહેતા ખેડૂત રત્ના દેવા ચંદાત (પટેલ) ઉ.વ.૪રને ગયા ઉનાળામાં કોરોના થયો હતો. જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ કોરોનાને માત આપી ખેડૂત સ્વસ્થ થઈ ગયા હતા, પરંતુ કોરોના મહામારી ખેડૂતના મગજ ઉપર અસર કરી ગઈ હતી.  મગજ ઉપર કોરોનાની અસર થતાં ખેડૂત વિમાસણમાં મુકાઈ ગયા હતા. દરમિયાન ગત મંગળવારના રાત્રિના અરસામાં નવાપરા વિસ્તારમાં આવેલ તેમની વાડીએ લીમડાના ઝાડમાં ખાટલાની પાટી બાંધી ગળેફાંસો ખાઈ મોતનો માર્ગ અપનાવી લીધો હતો. ઘટનાની જાણ થતાં રાપર પોલીસ કાફલો વાડીએ ધસી ગયો હતો. લાશનો કબજો મેળવી પીએમની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો