રાપરમાં ગાજવીજ સાથે એક ઈંચ અંજારના સતાપર પંથકમાં ઝાપટા - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Kutch-Bhuj
  • રાપરમાં ગાજવીજ સાથે એક ઈંચ અંજારના સતાપર પંથકમાં ઝાપટા

રાપરમાં ગાજવીજ સાથે એક ઈંચ અંજારના સતાપર પંથકમાં ઝાપટા

 | 2:00 am IST
  • Share

કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાનો દોર ચાલુ રહેવા પામ્યો હોય તેમ આજે મોડી સાંજે રાપર શહેરમાં એક ઈંચ ઉપરાંત, તો અંજાર તાલુકાના સતાપર વિસ્તારમાં પણ જોરદાર વરસાદી ઝાપટા પડયા હતા.
કચ્છ જિલ્લામાં મેઘરાજાની મહેર ધીમી પણ સારી રહેવા પામી છે. એકપણ ઠેકાણે નુકસાની કર્યા વિના વરસાદ હજુ સુધી વરસ્યો છે. સોમવારે અંજાર તાલુકાનાં ભીમાસર સહિતના આસપાસનાં ગામોમાં માત્ર ૩ કલાકમાં ૬ ઈંચ જેટલો ભારે વરસાદ વરસ્યા બાદ ગઈકાલ મંગળવારનાં મેઘરાજાએ વિરામ રાખ્યો હતો. તો આજે રાપરમાં મોડી સાંજે ગાજવીજ સાથે વરસાદ વરસતા દેના બેંક ચોક, માલી ચોક, સલારી નાકા, આથમણા નાકા, કોર્ટ રોડ અને મુખ્ય બજાર સહિ અનેક વિસ્તારોમાં પાણી વહી નીકળ્યા હતા. એક સપ્તાહના વિરામ બાદ વરસેલા વરસાદને પગલે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી જવા પામી હતી. ખેડૂત આગેવાન કશનભાઈ વરચંદ, કરમશીભાઈ વૈદ્ય, મહેશભાઈ પરસોંડે જણાવ્યું હતંુ કે, આ વરસાદ પાકને ખૂબ ફાયદાકારક સાબિત થશે. રાપર ઉપરાંત અંજાર તાલુકાના સતાપર અને તેની આસપાસના ગામોમાં પણ વરસાદી ઝાપટા પડયા હતા તે ગામોનાં રસ્તાઓ પણ વરસાદી પાણી વહી નીકળ્યા હતા. જિલ્લા મથક ભુજ ખાતે વરસાદી વાતાવરણ જામે છે પણ તે વાતાવરણ છેતરામણું સાબિત થઈ રહ્યું છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો