રાપર તાલુકો વેક્સિનેશનમાં રાજ્યમાં સૌથી પાછળ રહ્યો - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Kutch-Bhuj
  • રાપર તાલુકો વેક્સિનેશનમાં રાજ્યમાં સૌથી પાછળ રહ્યો

રાપર તાલુકો વેક્સિનેશનમાં રાજ્યમાં સૌથી પાછળ રહ્યો

 | 2:00 am IST
  • Share

કોરોના મહામારી સામે લડવા કેન્દ્ર અને રાજ્ય સરકાર અનેક મથામણ આદરી રહી છે. વેક્સિનેશનની કામગીરીમાં ઝડપ આવે તેવા પ્રયાસો સરકારનાં રહ્યા છે ત્યારે રાપર તાલુકો કોવિડ વેક્સિનેશનની કામગીરીમાં રાજ્યમાં સૌથી પાછળ હોય તેવું ચિત્ર ઉપસી રહ્યંુ છે.
કેન્દ્ર સરકાર દ્વારા કોરોના સામે લડત આપી રહેલ સ્વદેશી વેક્સિન લોકોને આપીને રક્ષાત્મક પગલાં ભરી રહી છે. સ્વદેશી વેક્સિન માટે દેશભરમાં પ્રચાર કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા પણ વિવિધ પ્રકારની જાહેરાતો અને ખાસ ગામે ગામ કેમ્પ યોજીને લોકોને કોરોના સામે રક્ષણ મળે તે માટે વેક્સિન લેવા માટે તૈયાર કરવા વિવિધ સંસ્થાઓ અને સંગઠન તેમજ રાજકીય પક્ષો, સરકારી અધિકારીઓ સાથે મળીને ગામે ગામ વેક્સિાન માટે કેમ્પ યોજી રહ્યા છે, જે પ્રયાસોને જિલ્લામાં મહદઅંશે સફળતા પણ મળી છે અને કામગીરીમાં વેગ પણ આવ્યો છે, પરંતુ રાજકીય નેતાઓએ સૂત્ર આપ્યંુ છે કે, વાગડ સૌથી આગળ તે સૂત્ર વેક્સિનેશનની કામગીરીમાં રાપર તાલુકા માટે ખોટું સાબિત થઈ રહ્યંુ હોય તેમ રાપર તાલુકો વેક્સિનેશનની કામગીરીમાં રાજ્યમાં સૌથી પાછળના ક્રમાંકે રહેવા પામ્યો છે.
રાપર તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા તાલુકા હેલ્થ કચેરીના સંલગ્નથી રાપર તાલુકામાં પ્રથમ ડોઝ કે જે કુલ ૧૧૨૨૮૧ લોકોને આપવાનો છે તેની સામે અત્યાર સુધી ૮૪૫૮૦ લોકોએ પ્રથમ ડોઝ લીધો છે, જેમાં લગભગ ૮૦ ટકા કામગીરી આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી છે. જિલ્લા વિકાસ અધિકારીએ તાલુકાના સરપંચ, શિક્ષકો, તલાટી મંત્રી અને આંગણવાડી વર્કરો, આશા બહેનો સહિતનાં વિવિધ વિભાગો ના કર્મચારીઓને દરેક ગામમાં વેક્સિનેશન માટે જાગૃત કરવા લોકોને તૈયાર કરી રસી લેવા તૈયાર કરવા જવાબદારી સોંપી હતી, પરંતુ ખાટલે મોટી ખોટ સમાન વેક્સિનેશનના બીજા ડોઝ દરમિયાન રાપર તાલુકાનો નંબર સૌથી છેલ્લો આવ્યો છે.  જો આગામી સમયમાં ત્રીજી લહેર આવી તો બીજા  ડોઝ અને પ્રથમ ડોઝ લેવાનાં બાકી રહેલા લોકો માટે ખતરા સમાન છે. જિલ્લા સ્તરેથી વેક્સિનેશનની કામગીરીને લઈ જે સૂચના તાલુકા કક્ષાએ આપવામાં આવે છે તેની અમલવારી કરવામાં આરોગ્ય વિભાગ સિવાયનાં તંત્ર સૂચનાનું પાલન કરતા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન