રામધરીના યુવકને વ્યાજખોરોએ માર માર્યો - Sandesh
NIFTY 10,741.10 -30.95  |  SENSEX 35,432.39 +-114.94  |  USD 67.9800 -0.09
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Bhavnagar
  • રામધરીના યુવકને વ્યાજખોરોએ માર માર્યો

રામધરીના યુવકને વ્યાજખોરોએ માર માર્યો

 | 1:48 am IST

(સંદેશ બ્યુરો)          સિહોર, તા.૧૩

સિહોર તાલુકાના રામધરી ગામે રહેતા યુવાનને સણોસરા અને ઝરિયા ગામના વ્યાજખોર શખસોએ માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર સિહોરના રામધરી ગામે રહેતા ૧૯ ર્વિષય યુવાન કેતનભાઈ કાળુભાઈ મકવાણાએ થોડા દિવસ પૂર્વે સણોસરા ગામે રહેતો રમેશ ઉર્ફે રામા રબારી નામના શખસ પાસેથી પોતાનું ટીવી ગીરવે મુકી ૩ હજાર રૃપિયા વ્યાજે લીધા હતા. વ્યાજે રકમ લીધા બાદના ૧૫ દિવસમાં જ વ્યાજખોર શખસો રમેશ ઉર્ફે રામા રબારી, રાજુ તેજાભાઈ લુણી, વિપુલ (રહે, ત્રણેય સણોસરા) અને ગોપાલ રબારી (રહે, ઝરિયા)એ બે હજાર રૃપિયા વ્યાજની રકમ ઉમેરી પાંચ હજાર રૃપિયાની પઠાણી ઉઘરાણી કરી ગાળો ભાંડી ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે બનાવ અંગે કેતનભાઈ મકવાણાએ ચારેય શખસ વિરૃધ્ધ સોનગઢ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પીએસઆઈ આર.વી.વિહોલએ હાથ ધરી છે.

;