રામપુરામાં ભજન,સંતવાણી તેમજ નિઃશુલ્ક સારવાર કેમ્પ યોજાયો - Sandesh
  • Home
  • Newspaper
  • રામપુરામાં ભજન,સંતવાણી તેમજ નિઃશુલ્ક સારવાર કેમ્પ યોજાયો

રામપુરામાં ભજન,સંતવાણી તેમજ નિઃશુલ્ક સારવાર કેમ્પ યોજાયો

 | 3:14 am IST

મફત સારવાર કેમ્પનો અંદાજે ૭૫ દર્દીઓએ લાભ લીધો

જાંબુઘોડા

આજ રોજ રામપુરા ગામે આવેલ નિરપક્ષ કબીર આશ્રામ ખાતે ૪૦ માં વાર્ષિક ભજન સત્સંગ સહિત વાઘોડિયા ની ખેમદાસ આયુર્વેદ હોસ્પિટલ અને નિરપક્ષ કબીર આશ્રામ (રામપુરા)ના સહયોગ થી સર્વ રોગ નિદાન અને સારવાર કૅમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. જાણવા મળ્યા મુજબ આજ રોજ જાંબુઘોડા ના રામપુરા ખાતે આવેલ નિરપક્ષ કબીર આશ્રામ ના સંત તરણદાસ સાહેબ ગુરુ નિર્મળદાસ સાહેબ ના સાનિધ્યમાં ભજન સંતોની બેઠક, સત્સંગ પ્રવચન, અને ભોજન સમારંભ સહિત ખેમદાસ આયુર્વેદિક હોસ્પિટલ વાઘોડિયા દ્વારા નિઃશુલ્ક નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં સંત સોમદાસ સાહેબ ચાચક બોડેલી, પંકાજદાસ સાહેબ વડોદરા, મનુદાસ સાહેબ ધંધોળા ધર્મદાસ સાહેબ ટોકરવા તેમજ મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા. અને ભજન સત્સંગ અને સંત વાણી તેમજ નિઃશુલ્ક સારવાર નો લાભ લીધો હતો. આ પ્રસંગે આ કેમ્પ માં અંદાજે ૭૫ દર્દી ઓ એ લાભ લીધો હતો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;