રામેશરા કેનાલમાંથી ગોધરા તાલુકાનાં બે આશાસ્પદ યુવકોના મૃતદેહ મળ્યાં - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • રામેશરા કેનાલમાંથી ગોધરા તાલુકાનાં બે આશાસ્પદ યુવકોના મૃતદેહ મળ્યાં

રામેશરા કેનાલમાંથી ગોધરા તાલુકાનાં બે આશાસ્પદ યુવકોના મૃતદેહ મળ્યાં

 | 3:17 am IST

ધોળી ગામેથી સંખેડાની કોલેજ ખાતે ફ્ી ભરવા માટે નિકળ્યા હતા

ા હાલોલ ા

હાલોલ તાલુકાના રામેશરા ગામ નજીકથી મુખ્ય કેનાલમાંથી ગત રોજ ગોધરા તાલુકાના બે આશાસ્પદ યુવકોના મૃતદેહ મળી આવ્યા હતા. પોલીસે પ્રાથમિક ધોરણે અકસ્માતે મૃત્યુનો ગુનો નોંધી, પોસ્ટમોર્ટમ કરાવી તેના વાલી વારસને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત થયેલ માહિતી મુજબ ગતરોજ પંચમહાલ જીલ્લાના ગોધરા તાલુકાના ધોળી ગામ ના ભગત ફ્ળિયામાં રહેતા સુભાષચંદ્ર રાજેન્દ્રસિંહ બારીઆ (ઉં વર્ષ ૧૭) અને તાલુકાના બોડીંદ્રા ગામે રહેતા ચિરાગકુમાર મનહરભાઈ બારીઆ (ઉંવર્ષ ૧૭) બંન્ને મિત્રો, મોટરસાયકલ લઈને ધોળીથી સંખેડા બી આર એસ કોલેજ ખાતે ફ્િ ભરવા માટે નિકળ્યા હતા, ત્યારે હાલોલ તાલુકાના રામેશરા ગામ નજીક થી પસાર થતી નર્મદા ની મુખ્ય કેનાલ પરથી કોઈક અજાણ્યા ઈસમે સુભાષના મોબાઈલ ફેન પરથી તેના ભાઈ નિલેષભાઈ ને ફેન કરીને જણાવેલ કે, કેનાલ પાસે મોટરસાયકલ પડેલ છે. જેના પરના થેલામાંથી ઉપરોક્ત મોબાઈલ ફેન ને બે જોડી ચંપલ અને સુભાષભાઈ ને નિલેષભાઈનું આધારકાર્ડ મળેલ છે.

કેનાલમાં બે છોકરાઓ ડુબી ગયા હોવાનું જણાવેલ હોવાથી, નિલેષભાઈ તેમના કાકા સાથે ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે બંન્ને યુવકોના મૃતદેહ કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. નિલેષભાઈ દ્વારા ઉપરોક્ત ઘટના અંગેની જાણ હાલોલ રૂરલ પોલીસને કરતા, પોલીસે પ્રાથમિક ધોરણે અકસ્માતે મૃત્યુનો ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;