રામોલમાં મુદ્રા લોન આપવાનું કહી લોકો પાસેથી ૫૦-૫૦ હજાર પડાવ્યા - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • રામોલમાં મુદ્રા લોન આપવાનું કહી લોકો પાસેથી ૫૦-૫૦ હજાર પડાવ્યા

રામોલમાં મુદ્રા લોન આપવાનું કહી લોકો પાસેથી ૫૦-૫૦ હજાર પડાવ્યા

 | 1:48 am IST
  • Share

રામોલમાં રહેતા સંખ્યાબંધ લોકોને લોન આપવાનું કહીને ટૂકડે ટૂકડે ૫૦-૫૦ હજાર પડાવી લોન ન આપી ઠગાઈ કરનાર ત્રણ ગઠિયા સામે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

શહેરના વસ્ત્રાલ રિંગ રોડ પાસે નરેશભાઇ પ્રહલાદસિંહ ચૌધરી પરિવાર સાથે રહે છે અને રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. જુલાઇ ૨૦૨૦માં નરેશભાઇના ઓળખીતા કિરણભાઇ મણિયાર કે જે લોનનું કામ કરે છે તેમની મુલાકાત મયૂર રમેશભાઇ બેલોસે સાથે કરાવી હતી. મયૂરે જણાવ્યું હતું કે, કોઇને પણ મુદ્રાલોન જોઇતી હોય તો કહેજો મારું બેંકના સાહેબો સાથે સેટીંગ છે. કોઇપણ પ્રકારના આવકના પુરાવા વિના આઠથી દસ લાખ સુધીની લોન કરાવી આપીશ. નરેશભાઇને લોનની જરૃર હોવાથી મુદ્રા લોન માટે વાત કરી હતી. મયૂરે તેમની પાસે લોનનું ફોેર્મ ભરાવ્યું હતું અને અલગ અલગ દસ્તાવેજ પર સહી કરાવી હતી. ત્યારબાદ ટૂકડે ટૂકડેે લોન માટે ૫૦ હજાર રૃપિયા લઇ લીધા હતા. થોડા દિવસમાં લોન થઇ જશે તેમ જણાવ્યું હતું. મયૂરને ભાડે ઓફિસ જોઇતી હોવાથી નરેશભાઇએ દુકાન આપી હતી. જેમાં મયૂર, નિશાબહેન, દલવીરસિંહ સહિતના લોકો ઓફ્સિ ખોલી બેંકમાંથી લોન કરાવાનું કામ કરતા હતા. આ રીતે ૯ અન્ય લોકોને પણ મુદ્રા લોન અપાવાનું કહી દરેક પાસેથી ૫૦ હજાર રૃપિયા લઇ લીધા હતા. જ્યારબાદ લોન પાસ થયાનું કહી નરેશભાઇ પાસેથી વધુ ૨૦ હજાર લીધા હતા. તેમ છતાં લોન ન થતા નરેશભાઇએ મયૂર, નિશાબહેન, દલવીરસિંહ સામે ઠગાઇની ફરિયાદ નોંધાવી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો