રામ રાખે તેને કોણ ચાખે - Sandesh
1.6M
1M
1.7M
APPS

રામ રાખે તેને કોણ ચાખે

 | 12:30 am IST
  • Share

સોશિયલ મીડિયા પર અવારનવાર વીડિયો વાઈરલ થતા રહે છે, જેમાંથી કેટલાંક તો આૃર્ય પમાડે તેવા હોય છે. આવા જ એક વીડિયોમાં એક હેલિકોપ્ટરથી વીજળીના તારમાં ફસાયેલા સીગલ પક્ષીને રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. જેમાં હેલિકોપ્ટર સાથે જોડાયેલા એક સ્ટ્રક્ચર પર બેસીને એક વ્યક્તિ તારમાં ફસાયેલા સીગલને ખૂબ જ સાવધાનીપૂર્વક તારથી એક બેગમાં લઈ લે છે અને પછી હેલિકોપ્ટર ત્યાંથી નીકળી જાય છે. ભારત સહિત અનેક દેશોમાં આ વીડિયો સાથે ફેક સ્ટોરી જોડી દેવામાં આવી હતી, પરંતુ વાસ્તવમાં આ ઘટના અમેરિકાના ર્વિજનિયાની હતી. જ્યારે એક સીગલ પક્ષી વીજળીના તારમાં ભરાઈ ગયું છે તેવી માહિતી મળતાં જ ર્વિજનિયા ડોમિનિયન પાવરે આ પક્ષીને રેસ્ક્યૂ કરવા માટે એક હેલિકોપ્ટરનો ઉપયોગ કર્યો હતો. અત્યાર સુધી માણસોને રેસ્ક્યૂ કરવા હેલિકોપ્ટરોનો ઉપયોગ અનેક વાર થયો છે, પરંતુ પક્ષીને બચાવવા હેલિકોપ્ટરનો ઉપયોગ થયો તેના પરથી સાબિત થાય છે કે ‘રામ રાખે તેને કોણ ચાખે!’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન