રાશિ મુજબ રોગ દૂર કરવાના રામબાણ ઉપાયો - Sandesh
  • Home
  • Supplements
  • Nakshatra
  • રાશિ મુજબ રોગ દૂર કરવાના રામબાણ ઉપાયો

રાશિ મુજબ રોગ દૂર કરવાના રામબાણ ઉપાયો

 | 12:30 am IST
  • Share

બાર રાશિ મુજબ રોગ સમજી અને તેના ઉપાય શું છે તે જાણીએ

રાહુના પ્રભાવથી થતા રોગ અને ઉપાય

રાહુના પ્રભાવથી રોગથી મનુષ્ય ખૂબ હેરાન થાય છે તેને કોઈ રસ્તો મળતો ના હોય તેવું તેને સતત લાગ્યા કરે છે. ઉપાય સરળ અને સામાન્ય હોય છે પણ તેને શ્રદ્ધા-વિશ્વાસથી કરે તો શિઘ્ર ફળદાયી બને છે.

રાહુના પ્રભાવથી થતા રોગ

ભૂતબાધા, પ્રેતબાધા, ગાંડપણ, ભય, વહેમ દુર્ઘટના

ઉપાય-

ઉપરોક્ત સમસ્યા રાહુ ક્ષીણ થતા લાગ્યા કરે છે. જેના ઉપાય નીચે મુજબ છે.

હંમેશા સકારાત્મક વ્યક્તિઓનો સત્સંગ કરવો.

રોજ પ્રાતઃ કાલમાં સંધ્યાવંદન અને ધ્યાન કરવું.

ઈષ્ટદેવની શક્ય હોય તેટલી  આરાધના કરવી.

અંધવિશ્વાસ અને કેટલીક કાળી શક્તિના પ્રયોગ ઈત્યાદીથી બચવું.

ભગવાન મહાદેવના મૃત્યુજય મંત્રનો જાપ કરવો.

શક્ય હોય તો કાળા તલ અને ગુગળથી અષ્ટધ્યાયી રૃદ્રીનો હોમ કરવો.

બુધવારના દિવસે લ ીલી વસ્તુનું દાન કરવું.

સામાન્ય રીતે જોઈએ તો જન્મ કુંડળીમાં બાર ભાવ હોય છે. દરેક ભાવમાં કાલપુરુષના અંગ પ્રમાણે જોઈએ તો રોગનું સૂચન કરવામાં આવેલું હોય છે. જો આપણે તે સમજી ઉપાય કરીએ તો શીઘ્ર તેનું નિદાન કરી શકીએ છીએ.

પ્રથમ ભાવથી દ્વાદશભાવ રાશિ મુજબ ચાલતા હોય છે. બાર રાશિ મુજબ રોગ સમજી અને તેના ઉપાય સમજીએ.

પ્રથમ મેષ રાશિ-

માથાનો દુખાવો, મગજનો દુખાવો આંખના રોગ, પિતના રોગ.

ઉપાય-

જે જાતકોને ઉપરોક્ત રોગ સતાવતા હોય તો ખાસ રોગને સામાન્યના સમજે પ્રથમ ડોકટરની સલાહ મુજબ કાર્ય કરે.

સામાન્ય રીતે જન્મ કુંડળીના પ્રથમ ભાવ મુજબ જાતકે ભગવાન ગણેશજીની આરાધના કરવી જોઈએ.

દર મંગળવારે લાલ વસ્તુનું દાન કરવું. અનાજ વસ્ત્ર કે સુવર્ણનું દાન કરવું.

માથાના દુખાવાની મુક્તિ માટે દરરોજ વ્યક્તિએ ચંદનનું તિલક કરવું.

આંખના રોગી વ્યક્તિએ ભગવાન સૂર્યનું નિત્ય સ્મરણ કરવું તેમજ સૂર્ય નમસ્કાર કરવા.

બીજો વૃષભ રાશિનો સંદર્ભ-

નાક, કાન, સ્વર વાણી, સૌંદર્ય, દાંત, કંઠ શરીર પરના સોજા.

ઉપાય-

કાલપુરુષ પ્રમાણે વૃષભ રાશિના જાતકોને ઉપરોક્ત રોગ સામાન્ય રીતે પરેશાન કરતા હોય છે. જેના માટે આપણા ઉપાય કરવાથી લાભ અવશ્ય થશે.

ભગવતી સરસ્વતી સ્ત્રોતના પાઠ કરવા.

યોગ અને પ્રાણાયમ નિત્ય કરવા.

સૌંદર્ય સંબંધીત સમસ્યા આવે પોતાના  ચહેરા પર તકલીફ લાગ્યા કરે તો શુક્રનું નંગ ધારણ કરવું.

શુક્રવારે સિદ્ધ કરવું. શુક્ર યંત્ર પૂજા કરી પોતાની સાથે રાખવું.

દર શુક્રવારના દિવસે બને તો ખાટુ ના ખાવું અને સફેદ મીઠાઈનો ભોગ ઈષ્ટદેવને અર્પણ કરવો.

તૃતીય મિથુન રાશિ-

હાથ, ખભા, દમ, ખાંસી, ફેફસા, શ્વાસ સંબંધીત રોગ હાથના રોગ, એલર્જી.

ઉપાય-

ઉપરોક્ત સંબંધીત રોગે દૂર કરવા. નીચે આપેલા સામાન્ય ઉપાય આપને ફાયદાકારક બનાવશે.

સૂર્યોદય પહેલા ગાયને યથાશક્તિ મગ ખવડાવવા.

સાત વર્ષથી નાના બાળકોને દૂધ પીવડાવવું.

હાથ-ખભાની  તકલીફ રહેતી હોય તો દર બુધવારે ભૈરવજીને યથા શક્તિ મીઠાઈ દાન કરવી.

ફેફસા અને શ્વાસની તકલીફ દૂર કરવા. સૂર્યોદય સમયે સાત નદીનું મિશ્રણ કરેલા જળથી સ્નાન કરી રુદ્રાક્ષની માળાથી મહાદેવની આરાધના કરવી.

ચતુર્થ કર્ક રાશિ-

છાતી, હૃદય, જલોદર, કેન્સર, વાત રોગ, આંતરડાના રોગ.

ઉપાય-

આપેલ રોગની સમસ્યા વર્તમાન સમયમાં ખૂબ હોય છે જેનું નિવારણ કરવું ખૂબ જરૃરી છે.

જે જાતકોને ઉપરોક્ત રોગ સતાવે છે તેને ગોળ અને મધ મિશ્રિત કરી મહાદેવ પર અભિષેક કરવો.

બિલીના મૂળને ગળામાં ધારણ કરવાથી પણ  લાભ થશે.

૧૦૦૮ તુલસી દલથી ભગવાન નારાયણનું પૂજન કરવું અને  ચઢાવેલા તુલસી પણ પોતે સેવન કરવું લાભ થશે.

સર્વ રોગ નિવારણ  યંત્રને પ્રદોષના દિવસે સિદ્ધ કરી ધારણ કરવું. લાભ નિિૃત થશે. પંચમ સિંહ રાશિ, પેટની મૂળ સમસ્યા, પાંચન તંત્ર, ગર્ભાશય, મૂત્રપિંડ, ગુપ્તરોગ, શારીરિક સમસ્યા.

ઉપાય-

આપેલ રોગ માટે ખાસ ઉપાય છે જે નીચે મુજબ છે.

આંબળાના રસથી સ્ફૂટિકના શિવલીંગ પર અભિષેક કરવો અને અભિષેક જળને પોતે ગ્રહણ કરવું.

દરરોજ સવારે પોતાના કુળદેવીની આરાધના કરવી.

નિત્ય જુદા-જુદા ઔષધીઓથી પોતાના ઘરમાં હોમ કરવો.

ગુપ્તરોગોના નિવારણ માટે નિત્ય ગંગાજળનું પાન કરવું તેમજ વિષ્ણુ સહસ્ત્રનામનું પાઠ કરવા.

છઠ્ઠી કન્યા રાશિ-

આંતરડાની સમસ્યા અલ્સર ગુદામાર્ગના રોગ

ઉપાય-

આપેલા રોગના સચોટ નિરાકરણ માટે નીચે આપેલ ઉપાય કરવાથી અલ્સર જેવી ગંભીર બીમારીમાંથી અછત મળશે.

જે જાતકને આંતરડાની સમસ્યા હોય તે જાતે અથવા બ્રાહ્મણ પાસે ૨૧ નારાયણ કવચના પાઠ કરે પાઠના વિનિયોગનું જળ પોતે ગ્રહણ કરવું.

સંકટ નાશક ગણેશ સ્ત્રોત રોજ ૨૧ કરવા.

જો પાઠના કરી શકાય તો ભોજપત્ર પર તૈયાર કરેલ મૃત્યુજય યંત્ર ધારણ કરવું.

સાતમી તુલા રાશિ- નાભી, ગુપ્તાંગ, જનેન્દ્રીયરોગો, મૂત્રાશયના રોગ, પથરી, ડાયાબીટીસ, કરોડરજ્જુ.

ઉપાય-

આપેલ કાલપુરુષના અંગ મુજબના રોગના નિવારણ માટે જાતકો એક મુખી રુદ્રાક્ષ અથવા પંચમુખી રુદ્રાક્ષની માળા ધારણ કરવી જોઈએ.

ભગવતી અંબાની નિત્ય સ્તુતી પાઠ અને ગુગળથી ધૂપ-દિપ અર્પણ કરવા.

દર શુક્રવારે ૧૧ વર્ષથી નાની બાળાઓને સફેદ વસ્ત્રનું દાન કરવું.

શિવમંદિરે યથાશક્તિ ચોખાનું દાન કરવું.

ઘી તેમજ ઉંભરાના લાકડાથી પોતાના ઘરે યજ્ઞા કરવો અથવા કરાવવો.

આઠમી વૃિૃક રાશિ-

લિંગ, ગુદા, અંડકોષ, ગુપ્તરોગ, દુર્ઘટના, બાવસીર, કેન્સર, હરનિય રક્ત દોષ.

ઉપાય-

ઉપરોક્ત રોગો મંગળ સંબંધીત પણ હોઈ શકે છે જેથી તેના ઉપાય માત્રથી લાભ થશે.

હનુમાનજીનું લાલ વસ્તુઓથી નિત્ય પૂજન કરવું.

દર મંગળવારે સુંદરકાંડના પાઠ કરવા.

મંગળનું નંગ ધારણ કરવું.

રક્તદોષ અથવા કેન્સરની વધુ તકલીફ હોય તો મંગળવારના દિવસથી મૃત્યુંજય મંત્રના કરી હોમાત્મક પ્રયોગ કરવો.

નવમી ધન રાશિ-

જાંઘ, માનસિક રોગ, રક્ત વિકાર લકવો, ઘા, સામાન્ય બિમારી

ઉપાય-

ઉપરોક્ત રોગના નિવારણ માટે મુખ્ય ભગવાન

નારાયણના ચતુર્ભુજ સ્વરૃપનું પૂજન કરવું.

દર ગુરુવારના દિવસે પીળી વસ્તુનું દાન કરવું.

જેને આપણે ગુરુ કર્યા હોય તેના શબ્દોનું પાલન કરવું.

હળદરના પાણીથી અથવા આખી હળદરમાં દૂધ મિશ્રિત કરી ભગવાન ભોળનાથીને અર્પણ કરવું ત્યારબાદ પ્રસાદી તરીકે ગ્રહણ કરવાથી લાભ થાય.

દસમી મકર રાશિ-

ઘૂટણના દુઃખાવો, આત્મવિશ્વાસમાં કમી, ચામડીના રોગ, કમરનો દુખાવો.

ઉપાય-

આપેલ રોગના નિરાકરણ માટે ખાસ સાત મુખી રુદ્રાક્ષની માળા ધારણ કરવી.

કાળી ગાય અથવા ભેંસને સાંજના સમયે ઘાસ અર્પણ કરવું.

કાળા અડદ ગરીબ વ્યક્તિને દાન કરવા.

જુદી-જુદી ૭ વનસ્પતિથી ભગવાન મહાદેવનું પૂજન કરવું.

કમરના દુખાવાના  નિરાકરણ માટે યોગ તેમજ પ્રાણાયમ કરવા શ્રેષ્ઠ.

અગિયારમી કુંભ રાશિ-

સ્નાયુઓની દુર્બળતા હૃદય રોગ, ગાંડપણ, પગના તળિયા સંબંધીત ગંભીર બિમારી.

ઉપાય-

આપેલ રોગના નિરાકરણ માટે નિત્ય બિલ્વપત્રથી શિવપૂજન કરવું.

શનિદેવના મંદિરે જઈ યથાશક્તિ દાન પૂણ્ય કરવું.

ભણતા વ્યક્તિને વિદ્યા દાન કરવું.

વહેતા પાણીમાં ઘઉંના લોટની ગોળીઓ પધરાવવી.

શ્રીમદ ભગવદ્ ગીતાના પાઠ કરવા.

નિત્ય ઈષ્ટદેવનો હોમ અથવા ધૂપ કરવો.

બારમી મીન રાશિ-

અનિદ્રા, મચકોડ, લકવો, અસાધ્ય બિમારી

ઉપાય-

આપેલ બિમારીના નિવારણ માટે કાગડાઓ ગાંઠીયા અથવા રોટલીના ટૂકડા ખવડાવવા.

શનિ મંદિરમાં અન્નનું દાન કરવું.

શનિવારે એક શ્રીફળ, કાળી દ્રાક્ષ અથવા એક ફળ, સાત સોપારીના દાન કરવા.

ગુરુવારે, તાંબાના કળશમાં ૩ નદીઓના પાણી ભેગા કરી તડકે મૂક્વા ત્યાર બાદ જેને સમસ્યા હોય તેને પીવડાવવા.

જેને કોઈ ઉપરોક્તમાંથી કોઈ અનેક બિમારી હોય તે  જાતકે ડાબા પગે સાત ગાંઠવાળો કાળો દોરો સૂતરનો ધારણ કરવો.

માનસિક શાંતિ માટેના ઉપાય

જે વ્યક્તિ પોતે બિમારના હોય પણ પોતાના બિમાર સ્વજનની સેવા કરે ત્યારે સ્વાભાવિક માનસિક અશાંત હોય છે.જેના માટે કેટલાક ઉપાય છે જે કરવાથી મન બિલકુલ શાંત રહી શકશે અને જે રોગી વ્યક્તિ કે બિમાર છે એ પણ આ ઉપાય કરે તો મન શાંત અવશ્ય રહી શકશે.

ઉપાય-

નિત્ય સવારે લાલ આસન પર બેસી સામે ઈષ્ટદેવ કે કુળદેવનો ફોટો કે ર્મૂિત રાખી સ્ફટિકની માળાથી યથાશક્તિ ગુરુમંત્રના જાપ કરવા.

દર શનિવારે કપૂરીપાન+૭ લવિંગ, કપૂર, સિંદુરના બિડીયા બનાવી હનુમાન ચાલીસાની પ્રત્યેક ચોપાઈ પર આહુતી આપવી ૭ હનુમાન ચાલીસાના પાઠની આહુતી આપવી આમ ૨૧ શનિવાર કરવું.

ચંદ્રની માળા એટલે કે મોતીઓની માળા

।। ઁ નમઃ શિવાય ।। ના મંત્રથી ૧૦૦૮ વાર મંત્ર જાપ કરી સિદ્ધ કરી લેવી ત્યાર બાદ ૫૪ મણકાવાળી માળા પોતાના ગળામાં ધારણ કરવી.

પોતાના ગામ, શહેર સોસાયટી, ફળિયું ગમે ત્યાંથી નીકળતા પહેલા ચાર  રસ્તે પોતાના માથેથી રૃપિયાનો સિક્કો ઉતારી મૂક્વો. જેનાથી અવશ્ય લાભ થશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો