રાહુ-કેતુને અનુકૂળ બનાવવાના સરળ ઉપાયો - Sandesh
  • Home
  • Supplements
  • Nakshatra
  • રાહુ-કેતુને અનુકૂળ બનાવવાના સરળ ઉપાયો

રાહુ-કેતુને અનુકૂળ બનાવવાના સરળ ઉપાયો

 | 2:00 am IST
  • Share

છાયા ગ્રહ રાહુ અને કેતુને કારણે જન્મકુંડળીમાં વિવિધ કાલસર્પ યોગ બનતા હોય છે. કાલસર્પ યોગ, રાહુ અને કેતુનાં અશુભ ફળ મળી રહ્યાં હોય ત્યારે તેમને અનુકૂળ કરીને શુભ ફળ મેળવવા માટે નીચેના ઉપાયો કરવા જોઈએ.

શ્રાવણ મહિનામાં રોજ શિવલિંગ પર જળાભિષેક કરવાથી રાહુ-કેતુ જાતકનું અનિષ્ટ કરી શકતા નથી.

શ્રાવણ મહિનાના સોમવારનું વ્રત તથા સોળ સોમવારનું વ્રત રાહુ-કેતુની શાંતિ માટે લાભકારી માનવામાં આવ્યા છે.

રાહુની શાંતિ માટે શ્રાવણ માસમાં રુદ્રાષ્ટાધ્યાયીનો પાઠ અને કેતુની શાંતિ માટે નવરાત્રિમાં છિન્નમસ્તા દેવીનું ૯ દિવસ અનુષ્ઠાન કરવું જોઈએ.

રુદ્રાક્ષની માળા વડે દરરોજ ઁ નમઃ શિવાયમંત્રનો જાપ પંચમુખી શિવજીની તસવીર કે ર્મૂિત સમક્ષ કરવો જોઈએ.

રાહુ-કેતુનું અશુભત્વ તીવ્ર હોય એટલે કે તે ગ્રહ ખરાબ ફળ આપી રહ્યાં હોય તો મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો અથવા કર્મકાંડી પંડિત પાસે કરાવવો.

ભગવાન નરસિંહ અને ભૈરવની પૂજા, સ્તુતિ તથા દર્શનથી રાહુ-કેતુની બાધાઓ દૂર થાય છે.

જન્મકુંડળીમાં કાલસર્પ યોગ હોય તો તેની શાંતિની વિધિ કોઈ સિદ્ધ શિવક્ષેત્રમાં કરાવવી જોઈએ.

સંપૂર્ણ કાલસર્પ યંત્રની સ્થાપના કરીને દરરોજ સર્પ સૂક્તનો પાઠ કરવો.

નાગ ગાયત્રી મંત્રનો જાપ કરવો શ્રેષ્ઠ રહે છે.

સોમવારે શિવાલયમાં જઈને શિવલિંગ પર ચાંદીથી બનેલાં સર્પ-ર્સિપણીનું જોડું અર્પણ કરવું.

રાહુ-કેતુ છાયા ગ્રહ છે જે માતા દુર્ગાના પૂજનથી શાંત થાય છે, કારણ કે દેવી દુર્ગાને છાયારૃપેણકહેવામાં આવ્યાં છે. 

લાલ કિતાબ અનુસાર કેતુના અશુભત્વને ગણેશ પૂજનથી જ્યારે માતા સરસ્વતીની આરાધના કરવાથી રાહુના અશુભત્વને શુભત્વમાં ફેરવી શકાય છે.

ચાંદીના સર્પાકાર લોકેટમાં ગોમેદ અને વૈદૂર્ય મણિ જડાવીને ધારણ કરવાથી ક્રમશઃ રાહુ અને કેતુના શુભત્વમાં વૃદ્ધિ થાય છે.

નાગ-નથૈયા શ્રીકૃષ્ણની તસવીર કે ર્મૂિત સામે બેસીને ૧૦૮ વાર ઁ નમો ભગવતે વાસુદેવાયમંત્રનો રોજ જાપ કરવાથી શુભ ફળ મળવા લાગશે.  

રાહુ-કેતુની પ્રતીક સામગ્રી કોઈ સુપાત્રને દાનમાં આપતા રહેવાથી બંને ગ્રહોના અશુભ પ્રભાવોમાંથી મુક્તિ મળે છે.

શિવ સહસ્ત્રનામ અને હનુમંત સહસ્ત્રનામનો દરરોજ પાઠ કરવાથી અનેક પ્રકારની ગ્રહપીડાઓ શાંત થઈ જાય છે.

ગ્રહોને શાંત કરવાના ઉપાયોમાં દાનનો મહિમા વિશેષ છે. કન્યાદાન કરવાથી રાહુ અને કપિલા ગાયનું દાન કરવાથી કેતુનો કોપ શાંત થાય છે.

રાહુનું શુભત્વ મેળવવા માટે આછા નીલા અને કેતુ માટે આછા ગુલાબી રંગનાં વસ્ત્રો પહેરવાં અથવા દાન કરવાં.

રાહુ-કેતુની શાંતિ માટે ૧૮ શનિવાર સુધી રાહુ-કેતુની પૂજા અને ઉપવાસ કરવો જોઈએ.

રાહુની શાંતિ માટે સફેદ મલયગિરિ ચંદનનો ટુકડો રેશમી વસ્ત્રમાં લપેટીને બુધવારે ધારણ કરવો.

બુધવાર અથવા ગુરુવારે અશ્વગંધાના મૂળનો ટુકડો આસમાની રંગના વસ્ત્રમાં લપેટીને ધારણ કરવાથી કેતુની પીડાનું શમન થાય છે.

આશરે ૨૦૦ ગ્રામ જેટલી ચા પત્તીનું ૧૮ ગુરુવાર સુધી દાન કરવાથી રોગકારક, અનિષ્ટકારી રાહુ સ્વાસ્થ્ય લાભ આપે છે.

કેતુ જો રોગકારક હોય તો રોગગ્રસ્ત જાતક પોતાના હાથે ઓછામાં ઓછા સાત બુધવાર સુધી ગરીબોને શીરો-પૂરી દાન કરે તો સ્વાસ્થ્યલાભ થાય છે.

રાહુ-કેતુના અશુભત્વના નિવારણ માટે તેમના પ્રિય રત્ન ક્રમશઃ ગોમેદ અને લસણિયાનું દાન કરવું જોઈએ.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો