રિક્ષા અડફટે મોતના કેસમાં ૩.૪૨ લાખના વળતરનો હુકમ

6

સુરત,તા.૨૦

અકસ્માત મોતના કેસમાં સુરતની મોટર એકસીડન્ટ ક્લેઈમ્સ ટ્રીબ્યુનલે અરજદારના પરિવારને રૃા.૩.૪૩ લાખનું વળતર અરજી કર્યા તારીખથી ૯ ટકા વ્યાજ સાથે ચુકવવા હુકમ કર્યો હતો.

ઊધનામાં રહેતા શાંતાબેન પુંડલીક ઈંદવે ગત તા.૦૭-૦૭-૨૦૦૫ જતા હતા ત્યારે સહારા દરવાજા પાસે બેફામ ઝડપને કારણે રીક્ષા ઊંધી વળી ગઈ હતી અને શાંતાબેન બહાર ફેંકાઈ જતાં ગંભીર ઈજાને કારણે તેમનુ મોત થયું હતું.૪૫ વર્ષીય શાંતાબેન મહિને રૃા.૩૨૦૦ કમાતા હતા.

તેમના પતિ અને પુત્રએ વળતર માટે કરેલી અરજી ચાલી જતાં ટ્રીબ્યુનલના જજ આર.એ.ત્રિવેદીએ અરજદારોને .૩.૪૩ લાખનું વળતર વ્યાજ સાથે ચુકવવા સામાવાળાને હુકમકર્યો હતો.