રિચા ચઢ્ઢાને ટ્રોલર્સે કહ્યું, આમિરની જેમ તારા લગ્ન પણ નહીં ટકે - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • રિચા ચઢ્ઢાને ટ્રોલર્સે કહ્યું, આમિરની જેમ તારા લગ્ન પણ નહીં ટકે

રિચા ચઢ્ઢાને ટ્રોલર્સે કહ્યું, આમિરની જેમ તારા લગ્ન પણ નહીં ટકે

 | 3:41 am IST
  • Share

બોલિવૂડ એક્ટ્રેસ રિચા ચઢ્ઢા હાલમાં ટ્રોલિંગનો શિકાર બની પરંતુ તેણે તે ટ્રોલરને જડબાતોડ જવાબ આપીને તેને બોલતો બંધ કરી દીધો. તાજેતરમાંજ રિચા અને અલીએ સાથે ફોટો ટ્વિટર પર શેર કર્યો હતો. જેના પર ટ્રોલરે કમેન્ટ કરી લખ્યું, તમારા ડિવોર્સ ક્યારે થાય છે બોલો, કારણ કે, તમારા લગ્ન પણ આમિર ખાનની જેમ કંઈ વધારે ટકવાના નથી. રિચાએ તેના જવાબમાં ટ્રોલરને લખ્યું, સર્વેશ મારું છોડ, તારા જેવા ભિખારી સાથે કોઈએ લગ્ન ના કર્યા એટલે ગાંડો થઈ રહ્યો છે? દહેજ તો છોકરીએ માંગ્યુ હશે તારા કેસમાં ન-હીં ? ના ચહેરો સારો, ના અકક્લ સારી અને ગરીબ ? મમ્મી પણ એલપીજીમાંથી ચૂલા પર પહોંચી ગઈ હશે? પ્રણામ કરું આન્ટી આ શંુ ગૂ જેવો કપૂત દુનિયામાં લઈ આવ્યા? આ બેરોજગાર દયા-પાત્ર વ્યક્તિ અહીંયા જ છાતી ફુલાવીને બોલી શકે છે. જણાવી દઈએ કે રિચા અને અલી ગયા વર્ષે એપ્રિલમાં લગ્ન કરવાના હતા પરંતુ કોવિડને કારણે ઊભી થયેલ પરિસ્થિતિને કારણે કેન્સલ કરવી પડી. અલીએ કહ્યું તેના લગ્ન પોસ્ટપોન થવાનું તેને દુઃખ છે. જણાવી દઈએ કે અત્યારે રિચા અને અલી લિવ ઇનમાં રહી રહ્યા છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો