રિચા ચઢ્ઢાને પોલીસે અડધો કલાક રોડ પર રોકી રાખી - Sandesh
  • Home
  • Entertainment
  • રિચા ચઢ્ઢાને પોલીસે અડધો કલાક રોડ પર રોકી રાખી

રિચા ચઢ્ઢાને પોલીસે અડધો કલાક રોડ પર રોકી રાખી

 | 3:25 am IST

તાજેતરમાં જ બોલિવૂડની અભિનેત્રી રિચા ચઢ્ઢાને મુંબઈમાં જુહુ નજીક ટ્રાફિક પોલીસે કારમાંથી બહાર બોલાવી અડધો કલાક સુધી રોકી રાખી હતી. મુંબઈના જુહુ વિસ્તારમાં રિચા ચડ્ડા કાર ડ્રાઇવિંગ કરી જઈ રહી હતી ત્યારે તેની સાથે તેની પાળેલી બિલાડી કેમલી પણ હતી. કેમલી કારમાં પાછલી સીટ પર બેઠી હતી ત્યારે ટ્રાફિક પોલીસને કારમાં બિલાડી પાસે માછલી જેવું કંઇક લાગતા તેની કારને અટકાવી દીધી હતી. આ બિલાડી ગુસ્સામાં દેખાતી હોવાથી ટ્રાફિક પોલીસને શંકા ગઈ હતી કે, રિચા ડ્રાઇવિંગ કરી રહી છે અને આ બિલાડી તેને નુકસાન ન કરી દે. આ માટે ટ્રાફિક પોલીસે તેને કારમાંથી બહાર ઉતારી દીધી હતી અને બાદમાં તેને અડધો કલાક પછી જવા દીધી હતી. રિચાએ જણાવ્યું હતું કે, મારા ડ્રાઇવરે રજા રાખી હોવાથી મેં મારી બિલાડીને પોતે જ બહાર લઈ જવા માટે નિર્ણય લીધો હતો.