રિઝલ્ટ ઇમ્પેક્ટ : એક્સિસ બેંક, મારુતિના ઓપ્શન પ્રીમિ.માં વૃદ્ધિ - Sandesh
  • Home
  • Supplements
  • Business @ Sandesh
  • રિઝલ્ટ ઇમ્પેક્ટ : એક્સિસ બેંક, મારુતિના ઓપ્શન પ્રીમિ.માં વૃદ્ધિ

રિઝલ્ટ ઇમ્પેક્ટ : એક્સિસ બેંક, મારુતિના ઓપ્શન પ્રીમિ.માં વૃદ્ધિ

 | 1:18 am IST

કોલ-પુટ એન્ડ કોલર :  જય સોની

ડેરિવેટિવ્સ સેગ્મેન્ટમાં, ઇન્ડેક્સ ઓપ્શનમાં ખાસ કોઇ તફાવત જોવા મળ્યો ન હતો. નિફ્ટી જુલાઇ ફ્યૂચર ૮૫૦૦થી ૮૬૦૦ની રેન્જમાં ફરતું જોવા મળ્યું, જેણે આઇ.વી. (ઇમ્પ્લાઇડ વોલેટિલિટી) ઘટાડવાનું કામ કર્યું. જુલાઇ ફ્યૂચર ૮૫૫૨ પર બંધ આવ્યું હતું ત્યારે એટ-ધી-મની આઇ.વી. ૧૨.૦૧ ટકાની આસપાસ ટ્રેડ થતી જોવા મળી. કોલ અને પુટ બંને ઓપ્શનમાં સૌથી વધુ ઓપન ઇન્ટરેસ્ટ પુટ ઓપ્શનમાં જ નોંધાયું હતું. હાલ રિઝલ્ટની સિઝનને ધ્યાન રાખી સ્ટોક ઓપ્શનમાં સારું એવું ટ્રેડિંગ વધ્યું છે. આ સપ્તાહે મંગળવારે બંધ માર્કેટ બાદ ઓટો સેક્ટરમાં મારુતિ ઓટો કંપનીના પરિણામ જાહેર થવાની શક્યતા છે. મારુતિના ઓપ્શનમાં લિક્વિડિટી જોવા મળી અને ઓપ્શન પ્રીમિયમમાં વધારા સાથે એટ-ધી-મની ઇમ્પ્લાઇડ વોલેટિલિટી ૩૦ ટકાની આસપાસ ટ્રેડ થતી જોવા મળી. જેમાં આ સપ્તાહે વધારો થઇ શકે છે. મારુતિનું જુલાઇ ફ્યૂચર ૪૪૨૭.૨૫ પર બંધ આવ્યું હતું. સાથે બેંક સેક્ટરમાં જોવામાં આવે તો સપ્તાહના અંતે શુક્રવારે ચાલુ માર્કેટમાં આઇસીઆઇસીઆઇ બેંકના પહેલાં ત્રિમાસિક ગાળાના પરિણામ જાહેર થશે એવી શક્યતા છે. ચાલુ માર્કેટમાં રિઝલ્ટ જાહેર થવાથી ઓપ્શન પ્રીમિયમમાં ખાસ્સી વધ-ઘટ જોવા મળી શકે છે. આઇ. બેંકનું જુલાઇ ફ્યૂચર ૨૬૪.૪૦ પર ટ્રેડ થતું જોવા મળ્યું છે. જે આ સપ્તાહે ચંચળતા જોવા મળી શકે છે. બેંકના એટ-ધી મની નજીક ૨૭૦ના કોલની આઇ.વી.માં ખાસ્સી મૂવમેન્ટ જોવા મળી હતી. જે આઇ. બેંકની સ્ક્રિપ્સમાં સૌથી વધુ ટ્રેડેડ સ્ટ્રાઇક રહી. બેન્કિંગ સ્ક્રિપ્સમાં સૌથી વધુ પુટ ઓપ્શનમાં ટ્રેડિંગ એક્સિસ બેંકમાં જોવા મળ્યું. એક્સિસ બેંકના ૫૪૦, ૫૩૦ અને ૫૨૦ના પુટ ઓપ્શનની સ્ટ્રાઇક પર સૌથી વધુ ટ્રેડિંગ નોંધાયુ. ૫૨૦ના પુટની સ્ટ્રાઇક પર ૬.૨૫ રૂ.ના પ્રીમિયમ પર બંધ માર્કેટ સુધી ૧૨.૭૪ લાખનું સૌથી વધુ ઓપન ઇન્ટરેસ્ટ નોંધવામાં આવ્યું છે. એક્સિસ બેંકની ઇમ્પ્લાઇડ વોલેટિલિટીમાં  સારો એવો વધારો જોવા મળ્યો છે. ૫૨૦ની સ્ટ્રાઇકના પુટ ઓપ્શનની આઇ.વી. ૫૦.૦૨ ટકા ટ્રેડ થતી જોવા મળી હતી. જે આ સપ્તાહે  પણ જોવા મળી શકે છે. ગયા સપ્તાહના અંતે એક્સિસ બેંક જુલાઇ ફ્યૂચર ૫૩૮.૫૦ પર બંધ જોવા મળ્યું હતું. રિઝલ્ટ ઇમ્પેક્ટ ઓછી થતાં આઇ.વી. અને ઓપ્શન પ્રીમિયમમાં ઘટાડો થઇ શકે છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન