રિટેલ ફુગાવો ઓગસ્ટના 5.3%થી ઘટીને સપ્ટેમ્બરમાં 4.35% થયો - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • રિટેલ ફુગાવો ઓગસ્ટના 5.3%થી ઘટીને સપ્ટેમ્બરમાં 4.35% થયો

રિટેલ ફુગાવો ઓગસ્ટના 5.3%થી ઘટીને સપ્ટેમ્બરમાં 4.35% થયો

 | 4:09 am IST
  • Share

  • રાહતના સમાચાર : 10 મહિનાની નીચી સપાટીએ મોંઘવારીનો દર
  • ખાણી-પીણીની ચીજવસ્તુઓની કિંમતમાં ઘટાડો સૌથી વધારે જવાબદાર
  •  ઓગસ્ટ 2021માં આગલા વર્ષના સમાનગાળાની સરખામણીએ ઔદ્યોગિક ઉત્પાદનમાં 11.9 ટકાનો ઉછાળો નોંધાયો હતો

 

 

સપ્ટેમ્બર 2021મા મોંઘવારીના દરમાંથી સામાન્ય લોકોને રાહત મળી છે. આ મહિને રિટેલ ફુગાવાનો દર ઘટીને 4.35 ટકા ઉપર આવી ગયો હતો કે જે ઓગસ્ટ મહિનામાં આ દર 5.3 ટકા નોંધાયો હતો. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ(ગ્દર્જીં) તરફથી મંગળવારે સપ્ટેમ્બર માટેના રિટેલ ફુગાવાના આંકડા જાહેર કરવામાં આવ્યા હતાં. આંકડા અનુસાર ખાણી-પીણીની ચીજવસ્તુઓની કિંમતમાં ઘટાડો રિટેલ ફુગાવામાં ઘટાડા માટે સૌથી વધારે જવાબદાર હતો. ઉલ્લેખનીય છે કે ફુગાવાના આંકડા સતત ત્રીજા મહિને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ટાર્ગેટની અંદર રહ્યા છે. લેટેસ્ટ મોનેટરી પોલિસીની સમીક્ષામાં પણ આરબીઆઈનું ફોકસ મોંઘવારીને ઓછી કરવા ઉપર રહ્યું હતું. એ કારણોસર જ આરબીઆઈના ગવર્નર શક્તિકાંતે પોલિસી રેટમાં કોઇ બદલાવ કર્યો ન હતો. રેપો રેટને અગાઉની જેમ ચાર ટકા અને રિવર્સ રેપો રેટને 3.35 ટકા ઉપર જાળવી રાખ્યો છે. આરબીઆઈએ ડિસેમ્બર 2020થી જ મોંઘવારીના દર માટે ચાર ટકાનો ટાર્ગેટ નક્કી કર્યો છે. જેમાં બે ટકા પ્લસ કે માઇનસ માટે જગા રાખવામાં આવી છે. આમ રિટેલ ફુગાવાનો દર છ ટકાની અંદર હોવાના કારણે રિઝર્વ બેન્કને માટે ઘણા રાહતના સમાચાર છે.

ઓગસ્ટમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં 11.9%નો ઉછાળો

દરમિયાન મંગળવારે ઓગસ્ટમાં ઔદ્યોગિક ઉત્પાદનના આંકડા જાહેર થયા હતા, ડેટા અનુસાર ઓગસ્ટ 2021માં આગલા વર્ષના સમાનગાળાની સરખામણીએ ઔદ્યોગિક ઉત્પાદનમાં 11.9 ટકાનો ઉછાળો નોંધાયો હતો. નોંધનીય છે કે ઓગસ્ટ 2020માં ઔદ્યોગિક ઉત્પાદનમાં આઠ ટકાનો ઘટાડો નોંધાયો હતો. આમ તીવ્ર વધારા માટે નીચી બેઝ ઇફેક્ટ પણ જવાબદાર છે. જુલાઇ 2021માં ઔદ્યોગિક ઉત્પાદનમાં 11.50 ટકાનો વધારો નોંધાયો હતો. જો કે આ આંકડાથી સ્પષ્ટ થઇ રહ્યું છે કે દેશમાં આર્થિક પ્રવૃત્તિમાં ઘણી ઝડપથી સુધારો થઇ રહ્યોે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો