IT રિફંડ : 26.09 લાખ કરદાતાને રૂ.70,120 કરોડ ચૂકવાયા - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • IT રિફંડ : 26.09 લાખ કરદાતાને રૂ.70,120 કરોડ ચૂકવાયા

IT રિફંડ : 26.09 લાખ કરદાતાને રૂ.70,120 કરોડ ચૂકવાયા

 | 4:46 am IST
  • Share

ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે દેશમાં ૨૬.૦૯ લાખથી વધુ કરદાતાઓનાં ખાતામાં આઈટી રિફંડના રૃ. ૭૦,૧૨૦ કરોડ ઈશ્યૂ કર્યા છે. આઈટી ડિપાર્ટમેન્ટે ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં પહેલી એપ્રિલ ૨૦૨૧થી છ સપ્ટેમ્બર ૨૦૨૧ વચ્ચે રિફંડ ઈશ્યૂ કર્યા છે. નોંધનીય છે કે આઈટી ડિપાર્ટમેન્ટે ૨૪,૭૦,૬૧૨ વ્યક્તિગત કેસમાં રૃ. ૧૬,૭૫૩ કરોડ રિફંડ ઈશ્યૂ કર્યા છે જ્યારે ૧,૩૮,૮૦૧ કેસમાં રૃ. ૫૩,૩૬૯ કરોડના કોર્પોરેટ ટેક્સ રિફંડ ઈશ્યૂ કરવામાં આવ્યા છે, તેમ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ(ઝ્રમ્ડ્ઢ્)એ ટ્વિટ કરીને માહિતી આપી હતી. આઈટી વિભાગનો દાવો છે કે એસેસમેન્ટ વર્ષ ૨૦૨૧-૨૨ માટે આઈટીઆર-૧ અને ૪ની પ્રોસેસિંગ પણ શરૃ થઇ ગઈ છે. કરદાતાના ખાતામાં રિફંડની રકમ મોકલી આપવામાં આવશે. 

બેન્ક એકાઉન્ટ મિસ-મેચ કરવાના કારણે રિફંડ ફેઇલ થઇ શકે. જો કે દેશમાં હજુ ઘણા બધા કરદાતાઓ એવા છે જેમને હજુ સુધી રિફંડ મળી શક્યું નથી. ઇન્કમટેક્સ વિભાગનું કહેવું છે કે એસેસમેન્ટ વર્ષ ૨૦૨૦-૨૧ માટે જે કરદાતાઓને હજુ સુધી રિફંડ મળ્યા નથી તેમનો સંપર્ક કરવાનો આઈટી ડિપાર્ટમેન્ટ પ્રયાસ કરી રહ્યોે છે. તેમાં કરદાતાઓની પ્રતિક્રિયાની જરૃર રહેશે. વિભાગના જણાવ્યા અનુસાર મોટાભાગના કેસીસમાં સેક્શન ૨૪૫ની હેઠળ એડજસ્ટમેન્ટ અને બેન્ક એકાઉન્ટ મિસ-મેચ કરવાના કારણે રિફંડ ફેઇલ થઇ શકે છે. નવી ઈ-ફાઇલિંગ વેબસાઇટ પર રિફંડનું સ્ટેટસ ચેક થઇ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન