રિયોમાં દુતિ ચંદ પાસેથી ગોલ્ડ મેડલની આશા, પહેરવા માટે નથી બુટ-ટ્રેકસુટ - Sandesh
  • Home
  • Sports
  • રિયોમાં દુતિ ચંદ પાસેથી ગોલ્ડ મેડલની આશા, પહેરવા માટે નથી બુટ-ટ્રેકસુટ

રિયોમાં દુતિ ચંદ પાસેથી ગોલ્ડ મેડલની આશા, પહેરવા માટે નથી બુટ-ટ્રેકસુટ

 | 4:49 pm IST

ઓડિશાની 20 વર્ષિય દુતિ તેજ દોડવીર છે, અને તેનું લક્ષ્ય રિયોમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવાનું છે. રિયો ઓલિમ્પિકમાં 36 વર્ષ બાદ રિયોમાં ક્વોલિફાય કરનાર દૂતિ ચંદ પહેલી ભારતીય મહિલા છે. દૂતે 100 મીટર દોડમાં ક્વોલિફાય કર્યું છે.

દૂતિએ એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું કે, ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવું સરળ નથી, પરંતુ મે મારા દિલ અને દિમાગમાં વસાવી લીધુ છે કે, રિયોમાં મારે ગોલ્ડ મેડલ જીતવું છે અને તે માટે હું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવાની કોશિશ કરીશ.

જો કે દોડવીર દુતિ ચંદને સરકાર પાસેથી સમર્થન ન મળતા નારાજ છે. તેમણે કહ્યું કે, સરકારે ભારતીય પ્રોત્સાહન આપવું જોઈએ. ઓડિશાના મુખ્યમંત્રી (નવીન પટનાયક)ને મને શુભેચ્છા અને આશીર્વાદ આપતા મારી હિમ્મત વધી છે. હું નિશ્ચિત રીતે રિયોમાં ગોલ્ડ મેડલ જીતવાની કોશિશ કરીશ.

દુતિએ જણાવ્યું કે, મારી પાસે દોડવા માટે બુટ અને ટ્રેકસુટ નથી. અત્યાર સુધી હું જે બુટ પહેરતી હતી તે હવે ફાટી ગયા છે. આ બુટ અને ટ્રેકસુટ ખુબ જ મોંઘા આવે છે. તે માટે મે રાજ્ય સરકારને નિવેદન કર્યું છે કે મને ટ્રેકસુટ અને એક જોડી દોડવા માટે બુટ આપવામાં આવે.

મને ખરાબ લાગે છે કે, દેશ અને પ્રદેશના સન્માન મેળવ્યા બાદ પણ મને ભીખારિયોની જેમ સરકાર પાસેથી જ માંગવું પડે છે. તેવામાં સરકારે આ બાબતનું ધ્યાન રાખવું જોઈએ.

દુતી જાજપુરના ગોપાલપુર ગામની ખુબ જ ગરીબ પરિવારમાંથી આવે છે. બે વર્ષ પહેલા તેમના ઉપર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યું હતું, કારણ કે તેમના શરીરમાં પુરૂષોના હોર્મોન્સ વધારે હતા. જેના કારણે તેને તેને રિયો માટે લાંબા સમય સુધી કાનૂની લડાઈ લડ્યા અને જીત્યા બાદ રિયોનો રસ્તો સાફ થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન