રિયો ઓલિમ્પિકમાં જવાની જોરદાર તક, ટિકિટના ભાવમાં થયો ધરખમ ઘટાડો - Sandesh
  • Home
  • Sports
  • રિયો ઓલિમ્પિકમાં જવાની જોરદાર તક, ટિકિટના ભાવમાં થયો ધરખમ ઘટાડો

રિયો ઓલિમ્પિકમાં જવાની જોરદાર તક, ટિકિટના ભાવમાં થયો ધરખમ ઘટાડો

 | 2:32 pm IST

બ્રાઝિલમાં રિયો ઓલિમ્પિક શરૂ થવામાં માત્ર બે અઠવાડિયાનો સમય બાકી છે અને હજુ ૨૦ લાખ ટિકિટ વેચાઈ નથી.  આથી બાકીની ટિકિટોનું વેચાણ થઈ જાય તે માટે રિયોના આયોજકોએ પોતાની લોકલ વેબસાઇટને સમગ્ર વિશ્વના રમતપ્રેમીઓ માટે ખોલી દીધી છે. જેને કારણે હવે બ્રાઝિલ સિવાયના દેશોને સ્થાનિક દરે ટિકિટ ખરીદી શકશે.

રિયો ટિકિટ ડાયરેક્ટર ડોનોવન ફેરિટીએ કહ્યું કે, રિયો ઓલિમ્પિકની ૬૧ લાખ ટિકિટ પૈકી ૪૪ લાખ ટિકિટ વેચી દીધી છે અને બાકી રહેલી ટિકિટ ખરીદવા માટે બ્રાઝિલ આવનાર લોકો માટે આ એક જોરદાર તક છે. અત્યારે એક્સ્ચેન્જ રેટ તેમનની ફેવરમાં છે. પહેલાં જ્યારે અમેરિકન નાગરિકોએ ટિકિટ ખરીદી હતી ત્યારે તેઓને ૨૧૫ ડોલરની સાથે ૨૦ ટકા સુધીનો સર્વિસ ચાર્જ આપવો પડયો હતો પરંતુ હવે આ ટિકિટ ૧૫૦ ડોલરમાં મળી રહી છે જેને કારણે અગાઉ ટિકિટ ખરીદનારા ઘણા અમેરિકનો પસ્તાઈ રહ્યાં છે. 

ઓલિમ્પિક માટે ૪૪ લાખ ટિકિટ વેચાઈ છે જે પૈકી ૧૧ લાખ ટિકિટ બ્રાઝિલની બહારના લોકોએ ખરીદી હતી. વિદેશીઓમાં સૌથી વધુ ટિકિટ ખરીદનારાઓમાં અમેરિકા, ફ્રાન્સ, આર્જેન્ટિના, જર્મની અને જાપાનના નાગરિક સામેલ છે.  ફેરાટીએ કહ્યું કે, ટિકિટનું વેચાણ સતત વધી રહ્યું છે અને તેના દ્વારા ૩૨૦ મિલિયન અમેરિકન ડોલરની આવક થવાની શક્યતા છે.

સાઇનાને રિયોમાં પાંચમો, સિંધુને નવમો ક્રમાંક અપાયો

આગામી રિયો ઓલિમ્પિક માટે ભારતની ટોચની ખેલાડી સાઇના નહેવાલને પાંચમો ક્રમાંક અપાયો છે જ્યારે અન્ય એક ભારતીય બેડમિન્ટન ખેલાડી પી.વી. સિંધુને નવમો ક્રમાંક મળ્યો છે.પુરૂષ વિભાગમાં ભારતના કિદાંબી શ્રીકાંત જે વિશ્વમાં ૧૧મી રેન્ક ધરાવે છે તેને નવમો ક્રમાંક અપાયો છે. ગુરૂવારે જાહેર કરાયેલી રેન્કિંગના આધારે ખેલાડીઓને ક્રમાંક અપાયો છે અને આગામી ૨૬મી જુલાઈના રોજ ડ્રો કરવામાં આવશે.લી છેલ્લા બે ઓલિમ્પિકમાં રનર અપ રહેનાર રિયો ઓલિમ્પિકમાં મલેશિયાના લી ચોંગ વેઇને પુરૂષ વિભાગમાં નંબર વનનું સ્થાન અપાયું છે.બીજા સ્થાને ચીનનો ચેન લોંગ છે.   મહિલા સિંગલ્સમાં સ્પેનની કેરોલિના મારિનને ટોચનો ક્રમાંક અપાયો છે.
રિયો ઓલિમ્પિકની હજુ ૨૦ લાખ ટિકિટ વેચાઈ નથી