રિયો ઓલિમ્પિક્સ માટે ભારતને વધુ એક ઝટકો, નરસિંહ બાદ ઈન્દ્રજીત પણ ડોપ ટેસ્ટમાં ફેલ - Sandesh
  • Home
  • Sports
  • રિયો ઓલિમ્પિક્સ માટે ભારતને વધુ એક ઝટકો, નરસિંહ બાદ ઈન્દ્રજીત પણ ડોપ ટેસ્ટમાં ફેલ

રિયો ઓલિમ્પિક્સ માટે ભારતને વધુ એક ઝટકો, નરસિંહ બાદ ઈન્દ્રજીત પણ ડોપ ટેસ્ટમાં ફેલ

 | 8:46 am IST

રિયો ઓલિમ્પિક શરૂ થતા પહેલા જ ભારતને ઉપરાઉપરી ઝટકા મળી રહ્યાં છે. પહેલવાન નરસિંહ યાદવ ડોપિંગ ટેસ્ટમાં ફેલ ગયો અને હવે અહેવાલો છે કે ગોળા ફેંક (શોટ પુટ) ખેલાડી ઈન્દ્રજીત સિંહ પણ ડોપિંગ ટેસ્ટમાં ફેલ ગયો છે.એક મુલાકાતમાં ઈન્દ્રજીત સિંહ જણાવ્યું કે તેમને ફસાવવામાં આવી રહ્યાં છે અને તેમની વિરુદ્ધ ષડયંત્ર રચાયું છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અનેક ખેલાડીઓના સેમ્પલ ડોપિંગ ટેસ્ટમાં પોઝિટિવ આવ્યાં છે. જો કે હજુ એ વાતની માહિતી મળી નથી કે આ તમામ ખેલાડીઓ રિયો ઓલિમ્પિકની રેસમાં છે કે નહીં. આ સેમ્પલ્સમાં ઈન્દ્રજીત સિંહનો નમૂનો પણ સામેલ હતો. જો કે કોઈ પણ અધિકારી તેમના નામની પુષ્ટિ કરી રહ્યાં નથી.

પીએમ મોદીને લખાયો પત્ર

એવા અહેવાલો છે કે ઈન્દ્રજીતના સેમ્પલમાં પ્રતિબંધિત સ્ટેરોઈડ મળી આવ્યું હતું. સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે ધ નેશનલ એન્ટી ડોપિંગ એજન્સીએ એથલેટિક્સ ફેડરેશનને એક ઈન્દ્રજીત સિંહનો ડોપિંગ ટેસ્ટ ફેલ ગયો હોવા સંબંધે એક પત્ર લખ્યો છે. ઈન્દ્રજીત એશિયન ચેમ્પિયનશીપ, એશિયન ગ્રાન્ડ પ્રીક્સ અને ધી વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સનો ગત વર્ષનો ગોલ્ડ મેડલિસ્ટ છે. આ ઉપરાંત સૌથી મહત્વની વાત એ હતી કે રિયો ઓલિમ્પિક્સ માટે ક્વોલિફાય થનારો પહેલવહેલો ભારતીય એથલેટ હતો.

ઈન્દ્રજીત સતત એવોઈડ કરતો હતો ડોપ ટેસ્ટ

સૂત્રો પાસેથી એવું પણ જાણવા મળ્યું છે કે NADA દ્વારા ઈન્દ્રજીતને ડોપિંગ ટેસ્ટ માટે કહેવામાં આવતા તે સતત એવોઈડ કરતો હતો. ઈન્દ્રજીતના આવા વર્તનથી તેના ઉપર શક ગયો હતો. જે સાચો પણ પડ્યો. આ બાજુ એથલેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ એ જે સુમારીવાલાએ આ અંગે કોઈ પણ નિવેદન આપવાનો ઈન્કાર કરી દીધો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન