રિલાયન્સે લોન્ચ કર્યો વધુ એક સસ્તો 4G સ્માર્ટફોન - Sandesh
  • Home
  • Technology
  • રિલાયન્સે લોન્ચ કર્યો વધુ એક સસ્તો 4G સ્માર્ટફોન

રિલાયન્સે લોન્ચ કર્યો વધુ એક સસ્તો 4G સ્માર્ટફોન

 | 7:59 pm IST

રિલાયન્સે રિટેલે 4જી વીઓએલટીઈવાળું વધુ એક નવો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. કંપનીએ આ સ્માર્ટફોનને ‘રિલાયન્સ લાઈફ વોટર 8’ નામથી લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોનમાં 5 ઈંચની એચડી એમોલેડ સ્ક્રિન આપવામાં આવી છે. તે ઉપરાંત સારા પ્રર્ફોમન્સ માટે ઓક્ટોકોર સ્નેપડ્રેગન 615 એસઓસી સપોર્ટવાળું પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોન એન્ડ્રોયડ 5.1 લોલીપોપ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. કંપનીએ આ મોબાઈલની કિંમત 10999 રૂપિયા રાખી છે.

રિલાયન્સ વોટર 8માં એલઈડી ફ્લેશ સાથે 13 મેગાપિક્સલનું રિયર કેમેરો આપવામાં આવ્યું છે. તે ઉપરાંત 5 એમપી સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. આ એક સ્લિમ સ્માર્ટફોન છે, જેની બોડીને 7 mm સ્લિમ મેટલ ફ્રેમમાં ડિઝાઈન કરવામાં આવ્યો છે. આ મોબાઈલના બેક સાઈડ પણ ગ્લાસ લગાવવામાં આવ્યો છે.

આ સ્માર્ટફોનમાં 16 જીબી ઈન્ટરનલ મેમોરી સાથે 3 જીબીની સારી એવી રેમ પણ આપવામાં આવી છે. આ ફોનની મેમોરીને 128 જીબી સુધી વધારી શકાય છે. સારા પાવર બેકઅપ માટે 2600 એમએએચની બેટરી આપવામાં આવી છે. આ મોબાઈલને બે કલરમાં બ્લેક અને વાઈટમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન