રિલાયન્સ, ITCઅને ઇન્ફી પાછળ માર્કેટમાં જોવા મળેલો બાઉન્સ - Sandesh
  • Home
  • Business
  • રિલાયન્સ, ITCઅને ઇન્ફી પાછળ માર્કેટમાં જોવા મળેલો બાઉન્સ

રિલાયન્સ, ITCઅને ઇન્ફી પાછળ માર્કેટમાં જોવા મળેલો બાઉન્સ

 | 4:13 am IST
  • Share

ફાર્મા, આઇટી, પીએસયૂ સહિતનાં ક્ષેત્રોમાં જોવા મળેલી ખરીદી

નવેમ્બર એક્સપાયરી પર નિફ્ટી 121 પોઇન્ટ્સ સુધરી 17,536.25 પર બંધ રહ્યો

મિડ અને સ્મોલકેપ્સમાં પણ સતત બીજા દિવસે લેવાલી જોવા મળી

લેટન્ટ વ્યૂ એનાલિટિક્સનો શેર સતત બીજા દિવસે 20 ટકા ઊછળી

રૂ. 701.90ની ટોચ પર બંધ રહ્યો

 

વૈશ્વિક બજારોમાં મિશ્રા માહોલ વચ્ચે ભારતીય બજારમાં ગુરુવારે નોંધપાત્ર બાઉન્સ જોવા મળ્યો હતો. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, આઈટીસી, ઈન્ફેસિસ અને ટીસીએસ જેવા હેવીવેઈટ્સમાં ખરીદી પાછળ બેન્ચમાક્ર્સ લગભગ પોણો ટકા સુધારા સાથે બંધ રહ્યાં હતાં. બેન્ચમાર્ક સેન્સેક્સ 454.10 ટકા સુધરી 58,795.09ના સ્તરે જ્યારે નિફ્ટી 121.20 પોઈન્ટ્સના સુધારે 17,536.25ના સ્તરે બંધ રહ્યાં હતાં. જોકે નિફ્ટીના 50 ઘટકોમાંથી 27 નેગેટિવ બંધ દર્શાવી રહ્યાં હતાં. આમ 50 ટકાથી વધુ કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળ્યાં હતાં. જોકે બીજી બાજુ બ્રોડ માર્કેટમાં સારી ખરીદી જોવા મળી હતી. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વીક્સ વધુ 2.6 ટકા ગગડી 16.66ના સ્તરે બંધ રહ્યો હતો. આમ બે દિવસમાં તે 9 ટકા જેટલો ગગડી ચૂક્યો છે. જે સૂચવે છે કે આગામી સત્રોમાં બજારમાં વોલેટિલિટીમાં ઘટાડો જોવા મળી શકે છે.  

ગુરુવારે માર્કેટમાં તેજીની આગેવાની હેવીવેઈટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે લીધી હતી. બુધવારના બંધ ભાવની રીતે માર્કેટવેલ્થમાં અદાણી કરતાં પાછળ રહી ગયેલા મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો શેર એક દિવસમાં 6.02 ટકા અથવા રૂ. 141.55ના ઉછાળે રૂ. 2492.95 પર બંધ રહ્યો હતો. જે ભાવે કંપનીનું માર્કેટકેપ રૂ. 15.82 લાખ કરોડ પર જોવા મળતું હતું. આમ એક દિવસમાં જ કંપનીના માર્કેટકેપમાં રૂ. 90 હજાર કરોડથી વધુનો ઉમેરો થયો હતો. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ઉપરાંત આઈટીસી સહિત અગ્રણી આઈટી કાઉન્ટર્સમાં ખરીદી જોવા મળી હતી. આ સિવાય ફર્મા કંપનીઓમાં પણ ખરીદી નીકળી હતી. સેક્ટરલ સૂચકાંકોમાં નિફ્ટી એનર્જી 2.4 ટકા સાથે સૌથી સારો સુધારો દર્શાવી રહ્યો હતો. જેનું મુખ્ય કારણ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં તીવ્ર સુધારો હતો. બીજા ક્રમે સુધારો દર્શાવવામાં નિફ્ટી ફર્મા હતો. ફર્મા ઈન્ડેક્સમાં સૌથી વધુ સુધારો ટોરેન્ટ ફર્મા દર્શાવતો હતો. કંપનીનો શેર 6.14 ટકા જેટલો સુધર્યો હતો. જ્યારે ડિવિઝ લેબ્સ, ઓરોબિંદો ફર્મા, બાયોકોન, સિપ્લા, કેડિલા હેલ્થકેરમાં પણ સુધારો જોવા મળી રહ્યો હતો. નિફ્ટી રિયલ્ટી 2 ટકાનો સુધારો દર્શાવતો હતો. જેમાં પ્રેસ્ટિજ એસ્ટેટ 7.25 ટકા સાથે સૌથી વધુ સુધારો દર્શાવનાર કાઉન્ટર હતો. બ્રિગેડ એન્ટરપ્રાઈઝ 5 ટકા, ગોદરેજ પ્રોપર્ટીઝ 2.6 ટકા, હેમિસ્ફ્યિર 2.5 ટકા અને ફ્િનિક્સ મિલ્સ 1.11 ટકાનો સુધારો દર્શાવી રહ્યાં હતાં. બેંકિંગ શેર્સમાં નરમાઈ જોવા મળી હતી. જેને કારણે નિફ્ટી બેંક 0.21 ટકા ગગડી 37,364.75 પર બંધ રહ્યો હતો.  

બ્રોડ માર્કેટમાં જોકે સારી લેવાલી જોવા મળી હતી. બીએસઈ ખાતે 3411 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2082 પોઝિટિવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 1215માં નરમાઈ જોવા મળી હતી. 492 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં. જ્યારે 111 કાઉન્ટર્સ લોઅર સર્કિટ્સ દર્શાવતાં હતાં. 230 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ નોંધાવી હતી. નિફ્ટી મિડકેપ ઈન્ડેક્સ 0.60 ટકા જ્યારે નિફ્ટી સ્મોલકેપ ઈન્ડેક્સ 0.77 ટકા સુધારા સાથે બંધ રહ્યાં હતાં.  

વૈશ્વિક બજારોમાં ડલ માહોલ જોવા મળતો હતો. એશિયન બજારો મિશ્રા વલણ દર્શાવતાં હતાં. જ્યારે યુરોપિયન બજારો સાધારણ પોઝિટિવ ટ્રેડ સૂચવી રહ્યાં હતાં. યુએસ બજારોમાં પણ અન્ડરટોન નરમ જોવા મળી રહ્યો હતો. જેનું મુખ્ય કારણ ફ્ેડ તરફ્થી ટેપરિંગ ઝડપી બનાવવામાં આવે તેવો ડર છે. જોકે એનાલિસ્ટ્સના મતે આ કારણ લાંબા સમયથી ચર્ચામાં છે અને તે ડિસ્કાઉન્ટ થઈ ચૂક્યું છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો