રીંગ રોડ પરના મકાનો તોડી પડાયા : અડચણ દૂર - Sandesh
  • Home
  • Bhavnagar
  • રીંગ રોડ પરના મકાનો તોડી પડાયા : અડચણ દૂર

રીંગ રોડ પરના મકાનો તોડી પડાયા : અડચણ દૂર

 | 1:57 am IST

ા ભાવનગર ા

ભાવનગરમાં નવા બની રહેલા રીંગ રોડ પર અડચણરૃપ મકાનના માલિકોને વળતર અંગેના ચેક અપાયા બાદ મહાપાલિકા દ્વારા આજે અપૂર્ણ રીંગ રોડ પૂર્ણ કરવા માટે અડચણરૃપ મકાનો પર બુલડોઝર ફેરવ્યું હતું.

ભાવનગરમાં વર્ષો પહેલા રીંગ રોડ માટે ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. ૧૩ વર્ષ જેવો સમય પસાર થવા છતાં રીંગરોડનું કામ પૂર્ણ થયું ન હોતું. દરમિયાનમાં રીંગરોડનું કામ શરૃ તો થયું હતું. પરંતુ ચાલી રહેલા કામ અંતર્ગત ભાવનગરના ઘોઘારોડ-તરસમીયા રોડ પરના મકાન રીંગરોડને અડચણરૃપ હોય રીંગરોડ અધુરો રહ્યો હતો. દરમિયાનમાં મહાનગરપાલિકાએ અગાઉ આ મકાનના માલિકોને નોટીસ પાઠવી હતી અને વળતર ચૂકવવાની બાહેંધરી આપી હતી. બાદમાં વળતર અંગેના ચેક અપાતા મકાન દૂર કરવાનો માર્ગ મોકળો થયો હતો. જે અંતર્ગત આજે મહાપાલિકાના દબાણ હટાવ સેલ દ્વારા આજે મંગળવારે ઘોઘા રોડ-તરસમીયા રોડ પર કામગીરી હાથ ધરી હતી અને રીંગ રોડ પરના મકાનો તોડી પાડવામાં આવ્યા હતાં. આજે સવારે મહાપાલિકા દ્વારા શરૃ થયેલી આ કાર્યવાહી સાંજ સુધીમાં કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી હતી.

મહાપાલિકાના સિટી એન્જીનીયર ચંદારાણાએ જણાવ્યું હતું કે, આ મકાનોના માલિકોને ચેક તેમજ વૈકલ્પિક જગ્યા ફાળવવામાં આવતા પ્રશ્ન ઉકેલાયો છે.