રુદ્રાક્ષ ધારણથી તમામ કાર્યો સિદ્ધ થશે - Sandesh
  • Home
  • Supplements
  • Nakshatra
  • રુદ્રાક્ષ ધારણથી તમામ કાર્યો સિદ્ધ થશે

રુદ્રાક્ષ ધારણથી તમામ કાર્યો સિદ્ધ થશે

 | 2:00 am IST
  • Share

રુદ્રાક્ષ અને રુદ્રાક્ષની માળા ધર્મ-અર્થ-કામ અને મોક્ષ આ ચારેય પુરુષાર્થને સ્વયં આપનાર છે. સામાન્ય ગૃહસ્થો રુદ્રાક્ષ વિશે માને છે કે તે માત્ર સાધુ-સંતો અને વૈરાગીના ઉપયોગની વસ્તુ છે, પરંતુ ગૃહસ્થીઓની આ માન્યતા સંપૂર્ણ પાયા વિનાની છે. સાધુ-સંતો રુદ્રાક્ષને ધર્મ અને આધ્યાત્મિક માર્ગમાં પૂર્ણ સફળતા મળે તે માટે વધુ પહેરતા હોય છે. ઘણા શ્રદ્ધાળુઓના મનમાં પ્રશ્ન થાય છે કે તેઓ રુદ્રાક્ષ ધારણ કરી શકે કે કેમ? રુદ્રાક્ષને કોઈપણ વ્યક્તિ ધારણ કરી શકે છે. સ્ત્રીઓ પણ પુરુષોની જેમ જ રુદ્રાક્ષને ધારણ કરવાનો પૂર્ણ અધિકાર ધરાવે છે. ભારતનાં ભૂતપૂર્વ પ્રધાનમંત્રી સ્વ.શ્રીમતી ઇંદિરા ગાંધી રુદ્રાક્ષ ધારણ કરતાં હતાં. જીવનમાં તેમને મળેલી અસાધારણ સફળતાઓ કદાચ તેનંુ જ પરિણામ હશે તે સંભવ છે. 

શિવમહાપુરાણ અનુસાર મુખભેદથી રુદ્રાક્ષનું વર્ણન કરવામાં આવ્યું છે. તેમાં ૧થી ૧૪ મુખી સુધીના રુદ્રાક્ષનો ઉલ્લેખ છે.

એક મુખી રુદ્રાક્ષ સાક્ષાત્ ભક્તિ અને મુક્તિને આપનાર છે. તે શિવ સ્વરૃપ છે અને તેનાં દર્શનમાત્રથી પાપો નષ્ટ થાય છે. જ્યાં એક મુખી રુદ્રાક્ષની પૂજા થાય છે ત્યાં લક્ષ્મીનો સદાય વાસ રહે અને ત્યાંના ઉપદ્રવો શાંત થઈને તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.

બે મુખી રુદ્રાક્ષ દેવેદેવેશ સ્વરૃપ છે. તેને ધારણ કરવાથી તમામ કાર્યો સિદ્ધ થાય છે અને સારું ફળ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત, બે મુખી રુદ્રાક્ષ ગૌહત્યાના પાપનો નાશ કરે છે.

ત્રણ મુખી રુદ્રાક્ષ સુખ આપનાર છે અને તેને ધારણ કરવાથી તમામ પ્રકારની ઇચ્છા પણ પૂરી થાય છે.

ચાર મુખી રુદ્રાક્ષ બ્રહ્મા સ્વરૃપ છે અને તેને ધારણ કરવાથી અક્ષમ્ય પાપ પણ નષ્ટ થાય છે. તેનાં દર્શન અને સ્પર્શથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એમ ચારેય પુરુષાર્થ સિદ્ધ થાય છે.

પાંચ મુખી રુદ્રાક્ષ સ્વયં રુદ્ર સ્વરૃપ છે અને તેનું નામ જ કાલાગ્નિ છે. તે તમામ પ્રકારનાં સાંસારિક બંધનોથી મુક્ત કરે છે અને તમામ પ્રકારનાં સુખોને આપનાર છે અને પાપનો નાશ કરે છે. 

છ મુખી રુદ્રાક્ષ ર્કાિતકેય સ્વરૃપ છે અને તેને જમણા હાથમાં ધારણ કરવો જોઈએ, તેને ધારણ કરવાથી બ્રહ્મહત્યા જેવાં પાપો દૂર ઔથાય છે.

સાત મુખી રુદ્રાક્ષ અનંગ સ્વરૃપ છે અને તેને ધારણ કરવાથી નિર્ધન પણ કુબેરતુલ્ય બની જાય છે.

 આઠ મુખી રુદ્રાક્ષ વસુર્મૂિત ભૈરવ સ્વરૃપ છે. તેને ધારણ કરવાથી પૂર્ણ આયુષ્ય પ્રાપ્ત થાય છે અને મૃત્યુ બાદ પરમ પદની પ્રાપ્તિ થાય છે.

નવ મુખી રુદ્રાક્ષ ભૈરવ અને કપિલ મુનિનું સ્વરૃપ છે. તેની અધિષ્ઠાત્રી દેવી દુર્ગા છે. નવ મુખી રુદ્રાક્ષને પ્રેમપૂર્વક ભક્તિમાં તત્પર થઈને ડાબા હાથ પર ધારણ કરવો જોઈએ.

દસ મુખી રુદ્રાક્ષ જનાર્દન સ્વરૃપ છે. તેને ધારણ કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.

અગિયાર મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી મનુષ્ય સર્વત્ર વિજયી બને છે.

બાર મુખી રુદ્રાક્ષને મસ્તક પર શિખામાં ધારણ કરવાથી તે સૂર્યસમાન તેજસ્વી બને છે.

તેર મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી મનુષ્ય દેવતા સમાન થઈ જાય છે. તેને ધારણ કરનાર વ્યક્તિ સંપૂર્ણ મનોકામના પૂર્ણ કરીને સુખ અને સૌભાગ્ય પ્રાપ્ત કરે છે. 

ચૌદ મુખી રુદ્રાક્ષ પરમ શિવરૃપ હોય છે. તેને ભક્તિપૂર્વક મસ્તક પર ધારણ કરવાથી મનુષ્ય તમામ પ્રકારનાં પાપમાંથી મુક્ત થઈ જાય છે. 

જન્મકુંડળી તથા અંકશાસ્ત્રના આધારે કયા રુદ્રાક્ષને ધારણ કરવો તેની માહિતી જાણકાર વ્યક્તિ પાસેથી લઈ રુદ્રાક્ષ ધારણ કરવો.

જે વ્યક્તિને હૃદયરોગ થયો હોય તો તેવી વ્યક્તિએ ૫ાંચ મુખી રુદ્રાક્ષ, લાલ અકીક નંગ, અડધો મીટર લાલ વસ્ત્ર, ૭ લાલ સૂકાં મરચાં આ બધી વસ્તુને કપડામાં બાંધીને રોગીના માથા ઉપરથી ૨૧ વખત ઉતારવું અને નદીમાં પધરાવી દેવું. આ ક્રિયા બુધવારે સૂર્યાસ્ત પહેલાં કરી લેવી.

ગૌરીશંકર રુદ્રાક્ષ ધારણ કરવાથી પતિ-પત્નીમાં પ્રેમની વૃદ્ધિ થાય છે. પાર્ટનરશિપમાં ધંધો હોય ત્યારે પાર્ટનર વચ્ચે પ્રેમ વધારવા અને ઘરના નૈઋત્ય ખૂણામાં દોષ હોય ત્યારે આ ખૂણામાં કાચના બાઉલમાં ગૌરીશંકર રુદ્રાક્ષ તથા રોઝ ક્વાર્ટ્ઝ ક્રિસ્ટલ રાખવાથી પ્રેમની વૃદ્ધિ થાય છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો