રૂપાણી સરકારની ખાતરી પછી પણ પ્રશ્નો નહીં ઉકેલાતા ડોક્ટરોમાં રોષ  - Sandesh
  • Home
  • Ahmedabad
  • રૂપાણી સરકારની ખાતરી પછી પણ પ્રશ્નો નહીં ઉકેલાતા ડોક્ટરોમાં રોષ 

રૂપાણી સરકારની ખાતરી પછી પણ પ્રશ્નો નહીં ઉકેલાતા ડોક્ટરોમાં રોષ 

 | 4:21 am IST
  • Share

પડતર પ્રશ્નોને લઈને 29મીથી હડતાલની ચીમકી

સરકારી હોસ્પિટલોમાં દર્દીઓની મુશ્કેલી વધશે 

રૂપાણી સરકાર દ્રારા પડતર પ્રશ્નો ઉકેલવાની ખાતરી અપાયા બાદ નવી સરકારે કોઈ જ કાર્યવાહી નહી કરતા સરકારી હોસ્પિટલોમાં ફરજ બજાવતા ડોક્ટરો ફરીથી વિફર્યા છે. તબીબી શિક્ષકો,ડોક્ટરોએ સરકારને ચેતવણી આપી છે કે લાંબો સમયથી વણઉકેલ્યા પ્રશ્નોનો 29મી નવેમ્બર સુધીમાં નિકાલ કરવામાં નહી આવે તો ફરીથી આરોગ્ય સેવાઓને ઠપ્પ કરાશે.જો ડોક્ટરો ફરીથી હડતાલ પાડશે તો દર્દીઓની મુશ્કેલીઓમાં વધારો થશે

સરકારી ડોક્ટરોશિક્ષકો જણાવે છે કે, કોરોના વખતે ખુદ મુખ્યમંત્રીનાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપી હતી. આમછત્તા આ સુધીમાં એકપણ પ્રશ્નનો ઉકેલ આવ્યો નથી. સરકારે લેખિતમાં ઠરાવો કર્યા છત્તા પ્રશ્નો યથાવત રહ્યાં છે. છ મહિના પછી પણ સરકાર વચન પાડતી નથી. હવે બધા સંગઠનોએ સરકાર સામે લડી લેવાનુ નક્કી કર્યુ છે. અમુક પ્રશ્ન 12 વર્ષથી લટકેલા હોવાથી ડોક્ટરોને ઘણુ આર્થીક નુકસાન થઈ રહ્યું છે. ગુજરાતમાં અંદાજે 10 હજાર ડોક્ટરોશિક્ષકો ફરીથી આંદોલન કરવાના મૂડમાં છે. છેલ્લાં થોડા સમય પહેલાં અને જુની સરકારમાં ઈન્ટર્ન સહિતના તબીબોઓએ તેમની પડતર માગને લઈ રાજ્યવ્યાપી આંદોલન કર્યું હતું. જે તે સમયે સરકારે ડોક્ટરોને ખાતરી આપતા હડતાલ સંકેલાઈ હતી. પરંતુ બાદમાં સરકારે વચન નહીં પાળતા ડોક્ટરો રોષે ભરાયા છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો