રૂપાણી સરકારમાં નવ કેબિનેટ અને દસ રાજ્યકક્ષાના મંત્રીનો સમાવેશ - Sandesh
  • Home
  • Gandhinagar
  • રૂપાણી સરકારમાં નવ કેબિનેટ અને દસ રાજ્યકક્ષાના મંત્રીનો સમાવેશ

રૂપાણી સરકારમાં નવ કેબિનેટ અને દસ રાજ્યકક્ષાના મંત્રીનો સમાવેશ

 | 10:13 am IST

મુખ્યમંત્રી વિજય રૂપાણી ગુજરાતના 16મા મુખ્યમંત્રી તરીકે મંગળવારે ફરી શપથ લેશે. આ સાથે જ 14મી વિધાનસભાને આધીન નવી સરકારની રચના થશે. જેમાં નાયબ મુખ્યમંત્રીપદે નીતિન પટેલ સહિત 9 કેબિનેટ મંત્રી અને 10 રાજ્યમંત્રીઓનો સમાવેશ થાયો છે. મુખ્યમંત્રી રૂપાણીના મંત્રમંડળમાં કુલ 19 નેતાઓની મંડળમાં પસંદગી પામ્યા છે. આમ રૂપાણી સરકારના મંત્રીમંડળનું કદ મોટું થયું છે.

પાંચ પાટીદારોને કેબિનેટમાં સ્થાન
કેબિનેટ મંત્રીઓમાં પાટીદારોનો દબદબો જોવા મળી રહ્યો છે. પાંચ પાટીદારોને કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યો છે. નીતિન પટેલ, જયેશ રાદિયા, આર.સી. ફળદુ, કૌશિક પટેલ અને સૌરભ પટેલને સ્થાન આપવામાં આવ્યું છે.

જૂની કેબિનેટ અને નવી કેબિનેટમાં ફેરફાર
જૂની કેબિનેટમાં ચીમન સાપરિયા, બાબુ બોખીરિયા, આત્મારામ પરમાર પણ કેબિનેટ મંત્રી હતા જ્યારે નવી કેબિનેટમાં R.C ફળદુ, કૌશિક પટેલ, કેબિનેટમાં ઈશ્વર પરમાર, સૌરભ પટેલને પણ સ્થાન આપવમાં આવ્યું છે.

રૂપાણી સરકારમાં પ્રથમ વખત સ્થાન મળનાર મંત્રીઓ
રૂપાણી સરકારમાં આ વખતે કેટલાક નવા મંત્રીઓને સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં કૌશિક પટેલ, સૌરભ પટેલ, R.C ફળદુ, વિભાવરીબેન દવે, કુમાર કાનાણી, રમણ પાટકરને સ્થાન, વાસણ આહિર, ઈશ્વર પરમાર, પરબત પટેલને સ્થાન આપવામાં આવ્યું છે.

4 કેબિનેટ મંત્રીઓ રિપીટ કરાયા
વિજય રૂપાણી સરકારના મંત્રમંડળમાં ચાર કેબિનેટ મંત્રીઓ રિપીટ કરવામાં આવ્યા છે જેમાં જયેશ રાદડિયા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, દિલીપ ઠાકોર અને ગણપત વસાવાનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે ચૂંટણીમાં સરકારના બે મંત્રી અને ત્રણ સંસદીય સચિવોની ટિકિટ કાપી લેવાઈ હતી. જ્યારે અધ્યક્ષ સહિત કુલ ૭ મંત્રી- સંસદીય સચિવો ચૂંટણી હાર્યા છે. શપથ સમારોહ પૂર્વે સોમવારે સાંજે દિલ્હીથી અમદાવાદ આવેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સાથે પ્રદેશના નેતાઓ વચ્ચે મંત્રીમંડળના કદ અને જવાબદારી અંગે મોડી રાત સુધી બેઠક ચાલી હતી. બેઠકમાં નવ કેબિનેટ મંત્રી અને 10 રાજ્યકક્ષાના મંત્રીઓનો રૂપાણી સરકારના મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

9 કેબિનેટ મંત્રી
1- નિતિન પટેલ ડે.મુખ્યમંત્રી
2.ભુપેન્દ્રસિંહ ચુડાસમા
3.આર.સી.ફળદૂ
4.કૌસિક પટેલ
5.સૌરભ પટેલ
6.ગણપત વસાવા
7.જયેશ રાદડિયા
8. દિલિપ ઠાકોર
9. ઇશ્વરભાઇ પરમાર

રાજ્યકક્ષાના મંત્રી
1.પ્રદિપસિંહ જાડેજા
2.પરબત પટેલ
3.જયદ્રાથસિંહજી પરમાર
4.રમણલાલ પાટકર
5.પરસોત્તમ સોલંકી
6.ઇશ્વરસિંહ પટેલ
7.વાસણભાઈ આહિર
8.કિશોર કાનાની
9.બચુભાઈ ખાબડ
10.વિભાવરીબેન દવે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન