રૂ-ચણાની તેજી અટકી, દિવેલની મંદ માગ સામે એરંડામાં મક્કમ વલણ - Sandesh
  • Home
  • Business
  • રૂ-ચણાની તેજી અટકી, દિવેલની મંદ માગ સામે એરંડામાં મક્કમ વલણ

રૂ-ચણાની તેજી અટકી, દિવેલની મંદ માગ સામે એરંડામાં મક્કમ વલણ

 | 3:32 am IST

રાજકોટ, તા.૨૧ 

રૂ બજારમાં ખરીદીના અભાવે શંકર ગાંડીએ વધુ રૂ.૫૦૦ ઘટી રૂ. ૪૬૫૦૦થી ૪૭૫૦૦માં થોડાઘણા વેપાર હતા. તેજીની અસરે ખેડૂતો, સ્ટોકિસ્ટો પાસે હવે ખાસ સ્ટોક બચ્યો નથી ગામે બેઠા કપાસના રૂ. ૧૩૦૦થી ૧૩૪૦માં કામકાજ હતા વાયદો નરમ રહેતા તેની પણ અસર હતી. ચણામાં ધીમા ઘટાડાએ ક્વિન્ટલે રૂ.૧૦૦ ઘટી રૂ. ૮૬૦૦થી ૮૭૦૦, દાળમાં રૂ.૨૦૦ ઘટી રૂ. ૧૦૬૦૦થી ૧૦૮૦૦ અને બેશનમાં રૂ.૫૦ ઘટી રૂ. ૭૭૦૦થી ૭૮૦૦ રહ્યા હતા. વાયદાની વધઘટ ઉપર હાજરના ભાવો રહે છે. આજે પણ ચણાના ઓગસ્ટ વાયદામાં ૨.૭ ટકા અને સપ્ટેમ્બર વાયદામાં ૧.૬ ટકાનો ઘટાડો થયો હતો.

 એરંડાનો ટોન તેજી તરફી છે પરંતુ દિવેલની નિકાસ ઠંડી છે ઉપરાંત દરેક ઉછાળે આવકોનું દબાણ રહેતુ હોવાથી બજાર ચાલતુ નથી. આજે રાજયમાં ૩૩ હજાર ગુણીની આવકે યાર્ડોમાં રૂ. ૬૫૦થી ૬૭૦, હાજર ક્વિન્ટલનો રૂ.૩૩૩૭.૫૦, દિવેલ લુઝ રૂ. ૬૮૮થી ૬૯૦, કડી સાઈડ રૂ.૬૯૦માં વેપાર હતા. સ્થાનિક વાયદો સામાન્ય રૂ.૧૩ સુધરી રૂ.૩૫૬૫ બંધ રહેલ. 

સૌરાષ્ટ્રમાં મગફળીની ૩ હજાર ગુણીની આવકે પિલાણબરખાંડીનો રૂ. ૨૨૦૦૦થી ૨૩૦૦૦ અને દાણાબરનો રૂ.૩૧ હાજર હતો.

મગફળીની તેજીની અસરે પિલાણ માટે કાચામાલની  મળતરનો અભાવ રહેતા સિંગતેલ મિલો લગભગ બંધ થઈ ગઈ છે.  થોડો ઘણો સ્ટોક હોવાથી ૧૫ લીટર ટીન હાલમાં મળી રહ્યા છે  પરંતુ નજીકના દિવસોમાં પાંચ લિટર અથવા એક લિટર જ મળશે  તેવો ઈશારો એક મિલરે કર્યો છે. લુઝમાં રૂ. ૧૩૮૫થી ૧૪૦૦ના  ભાવો જ બોલાઈ છે. કપાસિયા વોશમાં સુસ્તી વચ્ચે રૂ. ૭૦૦થી  ૭૦૩માં ૧૦ ટેન્કરના કામકાજ હતા.