રૂ પાછળ કપાસિયાતેલમાં ધીમો સુધારો,એરંડામાં પ્રત્યાઘાતી ઘટાડો - Sandesh
  • Home
  • Business
  • રૂ પાછળ કપાસિયાતેલમાં ધીમો સુધારો,એરંડામાં પ્રત્યાઘાતી ઘટાડો

રૂ પાછળ કપાસિયાતેલમાં ધીમો સુધારો,એરંડામાં પ્રત્યાઘાતી ઘટાડો

 | 3:35 am IST

રાજકોટ, તા. ૨૦

એરંડામાં એકધારા ધીમા સુધારા બાદ ઉંચા મથાળે સાવચેતી રહેતા રાજયમાં ૩૧ હજાર બોરીની આવકે યાર્ડોમાં રૂ.૧૦ ઘટી રૂ. ૬૪૦થી ૬૭૦, હાજર કિવન્ટલ રૂ.૩૦ ઘટી રૂ.૩૩૦૦, દિવેલ લુઝ રૂ. ૬૮૫થી ૬૮૮૮, ધોરાજી સાઇડ બિલ્ટી રૂ. ૬૬૫થી ૬૭૦, કડી સાઇડ રૂ. ૬૮૩થી ૬૮૫માં કામકાજ હતા. સ્થાનિક એરંડા સપ્ટે. વાયદો રૂ.૧૩ ઘટી રૂ.૩૫૫૨ બંધ રહેલ.

ચણા- બેસન દાળમાં મજબુત વલણ વચ્ચે તુવેરદાળમાં રિટેલ ઉપાડ ઓછો રહેવા લાગતા મિલોએ બ્રાન્ડમાં કિવન્ટલે રૂ.૩૦૦ ઘટાડી રૂ.૧૪૭૦૦ અને નોન બ્રાડમાં રૂ.૬૦૦ ઘટાડી રૂ. ૧૩૨૦૦થી ૧૩૪૦૦ના ભાવ કર્યા હતા.

રૂ બજારમાં નરમાઇ આગળ વધતા શંકર ગાંસડીએ રૂ.૫૦૦ ઘટી રૂ. ૪૭૦૦૦થી ૪૭૫૦૦ તેમજ કપાસમાં ૨૦ કિલોએ રૂ. ૩૦થી ૪૦ ઘટી ઉંચામાં રૂ. ૧૩૫૦થી ૧૩૮૦માં વેચાણ થયેલા. ગામડે બેઠા રૂ. ૧૩૨૦થી ૧૩૩૦ અને જિન પહોંચ રૂ.૧૩૪૦ થી ૧૩૯૦માં કામકાજ હતા. રૂની તેજી પાછળ કપાસિયા તેલમાં પણ મક્કમ ગતિએ ભાવ વધારાનું વલણ ચાલુ રહ્યું છે. આજે અમદાવાદ ખાતે કપાસિયા તેલમાં ડબે રૂ.૧૦ વધીને રૂ.૧૨૯૦થી ૧૩૪૦ થયા હતા. સૌરાષ્ટ્રમાં મગફળીની ચાર હજાર ગુણીની આવકે પિલાણબરખાંડીનો રૂ. ૨૨થી ૨૩ હજાર, ઉનાળુ મગફળીનો રૂ. ૧૩૯૦થી ૧૪૦૦, દાણાબરનો રૂ. ૧૫૫૦થી ૧૫૬૦ હતો. સિંગદાણાની માંગ જળવાઇ રહેતા જાડા દાણમાં વધુ રૂ.૧ હજાર ઉછળી ટનનો રૂ.એક લાખ પાંચ હજાર રહેતા નવી ઉંચી સપાટી બનાવી હતી.

૨૦૧૬ – ૨૦૧૭માં ખાંડનું ઉત્પાદન ૨૩૭ લાખ ટન થવાની ધારણા વચ્ચે ભાવોનું વલણ મજબુત રહેતા સી -ગ્રેડના રૂ. ૩૭૫૦થી ૩૮૨૦ અને ડી-ગ્રેડના રૂ. ૩૬૪૦થી ૩૭૨૦માં વેચાણ હતા.