રૂ. ૧૫૦ કરોડના ખર્ચે ચેનલ બનાવી હાઈવેથી પાણીને ડાઇવર્ટ કરાશે - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • રૂ. ૧૫૦ કરોડના ખર્ચે ચેનલ બનાવી હાઈવેથી પાણીને ડાઇવર્ટ કરાશે

રૂ. ૧૫૦ કરોડના ખર્ચે ચેનલ બનાવી હાઈવેથી પાણીને ડાઇવર્ટ કરાશે

 | 3:04 am IST

પૂર્વ વિસ્તારના વરસાદી પાણી નદીમાં ડાયવર્ટ થશે

૧૨.૫ ાદ્બ ચેનલથી પાણી વિશ્વામિત્રીમાં ઠલવાશે

ા વડોદરા ા

ચોમાસામાં શહેરના પૂર્વ વિસ્તારમાં હાઈવેથી આવતા પાણીને ડાયવર્ટ કરવા કોર્પોરેશન દ્વારા લગભગ રૂ.૧૫૦ કરોડના ખર્ચે ૧૨.૫ ાદ્બ લાંબી ચેનલ બનાવવામાં આવશે.

ચોમાસામાં હાઈવે તરફ્થી વરસાદી પાણી ભરાતા પૂર્વ વિસ્તારમાં રોડ-રસ્તા અને સોસાયટીઓમાં જળબંબાકાર થાય છે. વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થવાથી પાણીનો ભરાવો થાય છે. કોર્પોરેશન દ્વારા હાઇવે તરફથી આવતા પાણી વિશ્વામિત્રી નદી તરફ ડાયવર્ટ કરવા માટે ૧૨.૫ ાદ્બની વરસાદી ચેનલ બનાવવામાં અવાશે. કોર્પોરેશન દ્વારા તબક્કાવાર કરવામાં આવનાર કામગીરી પાછળ અંદાજિત રૂ.૧૫૦ કરોડના ખર્ચ થઈ શકે છે. એલ.એન્ડ.ટીથી પાણી વાઘોડિયા ચોકડી, કપુરાઈ, તરસાલી અને જાંબુઆ તરફ્ ડાયવર્ટ કરાશે. આ ચેનલ થકી વરસાદી પાણી સીધુ વિશ્વામિત્રી નદીમાં જશે. દરજીપુરામાં અગાઉ ૬ ાદ્બની બનેલી ચેનલ થકી વરસાદી પાણી વેમાલીની વિશ્વામિત્રી નદીમાં ડાયવર્ટ થાય છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન

;