રૃપિયા નહીં પણ અલભ્ય વનસ્પતિનાં બીજ સાચવતી અનોખી બીજ બેંક - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Morbi
  • રૃપિયા નહીં પણ અલભ્ય વનસ્પતિનાં બીજ સાચવતી અનોખી બીજ બેંક

રૃપિયા નહીં પણ અલભ્ય વનસ્પતિનાં બીજ સાચવતી અનોખી બીજ બેંક

 | 1:29 am IST
  • Share

બેંક શબ્દ સાંભળતા જ આપણા મનમાં રૃપિયાનો જ ખ્યાલ આવે, પરંતુ મોરબીમાં એક એવી અનોખી બેંક આવેલી છે, જ્યાં રૃપિયા નહિ, પરંતુ અલભ્ય વનસ્પતિઓના બીજ સચવાયેલા રહે છે. સાથો – સાથ દરરોજ આ બેંકમાંથી ૪થી ૫ હજાર બીજની લેવડ – દેવડ પણ થાય છે. બીજ બેંક પાસે થાપણરૃપે લાખોની સંખ્યામાં લુપ્ત થતી અને અવનવી કહી શકાય તેવી પ્રજાતિના બીજનો ખજાનો છે.

મોરબીના પ્રાણજીવનભાઈ કાલરીયાને આયુર્વેદ પ્રત્યેનો લગાવ અને પ્રકૃતિ પ્રેમને કારણે વનસ્પતિ અને ગૌ પાલનને લઈ માહિતીપ્રદ પુસ્તકો લખ્યા છે અને આ લેખનકાર્યમાં જ લોકોની જુગુપ્સા સંતોષવા આયુર્વેદિક વનસ્પતિની જાણકારી આપતું પુસ્તક લખ્યા બાદ તેમને મનમાં બીજ બેંક  સ્થાપવાની પ્રેરણા મળી, આજે તેમની બીજ બેંકમા  રાજ્યભરના અને રાજ્ય બહારના પ્રકૃતિપ્રેમીઓ પણ મોટી સંખ્યામાં જોડાયેલા છે.

વનસ્પતિ બીજ બેંકના વટવૃક્ષ સમાન વિચારને પ્રાણજીવનભાઈ કાલરીયાના ફ્ેસબુક પેઈજ વનવગડાની વનસ્પતિએ એટલી તે ગતિ આપી કે આજે આ ગ્રુપમાં ૨૩૦૦ જેટલા પ્રકૃતિપ્રેમીઓ જોડાયેલા છે. મોરબીની આ બીજ બેંકમાં હાલમાં વૃક્ષની અલગ અલગ પ્રજાતિઓમાં અગથિયો લાલ, અગથિયો સફ્ેદ, અરલું-ટેટુ, અરીઠા, આસુન્દ્રો, આમળા, આસોપાલવ, કડવો લીમડો, સહિતના વૃક્ષના બીજ નો ખજાનો ઉપલબ્ધ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન