રેન મુદ્રા સર્વિસિસ કંપનીના ડાયરેકટરો યુવાનના ૧૦.૮૨ લાખ ઓળવી ગયા - Sandesh
  • Home
  • Ahmedabad
  • રેન મુદ્રા સર્વિસિસ કંપનીના ડાયરેકટરો યુવાનના ૧૦.૮૨ લાખ ઓળવી ગયા

રેન મુદ્રા સર્વિસિસ કંપનીના ડાયરેકટરો યુવાનના ૧૦.૮૨ લાખ ઓળવી ગયા

 | 4:03 am IST

અમદાવાદ,તા.૧૯

આઇડી ખોલાવીને એપ્લીકેશન ડાઉનલોડ કરીને રૂપિયા કમાવાની લાલચ આપીને સિટી ગોલ્ડ સિનેમા પાસે આવેલી રેન મુદ્રા કંપનીના ડાયરેકટરો અને ચાંદખેડાના એક તબીબ તેમની પત્નીએ મળીને સીજુ કુરીયા કોસ નામના બેકાર યુવાનના ૧૦.૮૨ લાખની છેતરપીંડી કરી હતી. આ બનાવ અંગે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં કંપનીના ડાયરેકટરો સહિત કુલ સાત વ્યકતિઓ વિરૂધ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

ચાંદખેડામાં રહેતો બેકાર યુવાન સીજુ કુરીયા કોસને તેના મિત્ર સુરેશ દ્ધારા ચાંદખેડામાં જ રહેતા તબીબ બિપીન તિવારી અને તેમના પત્ની અનુપા તિવારી સાથે ઓળખાણ કરાવી હતી. દંપતિએ રેન મુદ્રા સર્વિસીસ કંપનીમા રૂપિયા ભરીને આઇડી ખોલાવીને એપ્લીકેશન ડાઉનલોડ કરે તો રૂપિયા કમાઇ શકાય. આ કામ માટે કંપનીએ ૨ કાર આપી હોવાનુ પણ જણાવ્યુ હતું. બેકાર યુવાન સીજુએ રેન મુદ્રા કંપનીમાં ૩ લાખ ભરીને ૨૦ આઇડી મેળવ્યા હતાં અને પંદર દિવસ કામ કરીને ૭૬,૫૦૦ કમાયા હતાં. પરંતુ કંપનીએ એપ્લીકેશન બરાબર ડાઉનલોડ કરી નથી કહીને આઇડી બ્લોક કરી દીધા હતાં અને આ આઇડી ખોલાવા માટે સીજુએ બીજા ૨ લાખ ભર્યા ત્યારે તેના આઇડી ચાલુ થયા હતાં.  પરંતુ ગયા જાન્યુઆરી મહિનામાં ૩૯ આઇડી ખોલાવ્યા પછી જે એપ્લીકેશન ડાઉનલોડ કરી હતી તેના પણ રૂપિયા બ્લોક થઇ ગયા હતાં સીજુએ રૂપિયા માંગવા છતા રૂપિયા ન આપવાના કારણે કંપનીના ડાયરેકટરો મનોજ માનસીંગ ચૌહાણ, પ્રણવ માનસીંગ ચૌહાણ, મુકેશ કટારા, દિપક ઝા ઉપરાંત તબીબ બિપીન તિવારી તેમના પત્ની અનુપા અને રાજેન્દ્ર રાજપુત સામે ફરીયાદ આપતા નવરંગપુરા પોલીસે છેતરપીંડીનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.