રેપ કેસ ઃ અશોક જૈન રિમાન્ડ પર પણ સંખ્યાબંધ પ્રશ્નો અનુત્તર - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • રેપ કેસ ઃ અશોક જૈન રિમાન્ડ પર પણ સંખ્યાબંધ પ્રશ્નો અનુત્તર

રેપ કેસ ઃ અશોક જૈન રિમાન્ડ પર પણ સંખ્યાબંધ પ્રશ્નો અનુત્તર

 | 3:23 am IST

બેડરૂમમાં કેમેરા કોણે લગાડયાં? ત્રીજા કયા ફાઇનાન્સરને ખુશ કરવાનો હતો

અલ્પુ સિંધીને ન્યૂડ ફોટોગ્રાફસ મોકલવાનું કારણ શું ? સહારાની ડીલ શું ? સ્પષ્ટતા નથી

વડોદરા   

શહેરના હાઈ પ્રોફાઈલ રેપકેસમાં બંન્ને મુખ્ય આરોપી અશોક જૈન અને રાજુ ભટ્ટ ગિરફતાર થઈ ચુકયા છે. તપાસ લગભગ પૂર્ણતાના આરે આવીને ઉભી છે ત્યારે હજુ સુધી રાજુ ભટ્ટ અને અશોક જૈન એક બીજાને કેવી રીતે ઓળખે છે ? સ્પાય કેમેરા કોણે લગાડયા ? પીડિતાના ન્યુડ ફોટોગ્રાફસ બુટલેગર અલ્પુ સિંધીને પહોંચાડવા પાછળનું કારણ શું ? ત્રીજો કયો ફાયનાન્સર હતો કે જેનેે ખુશ કરવા માટે પીડિતા ઉપર દબાણ કરવામાં આવતુ હતુ ? આરોપી પાસેથી પૈસા પડાવવાની થીયરી કેટલા અંશે સાચી ? જે રહસ્યો અકબંધ રહયા છે.  

ભોગ બનનાર પીડિતાએ ફરીયાદમાં સ્પષ્ટ જણાવ્યુ છે કે, વાસણા રોડના હેલીગ્રીન એપાર્ટમેન્ટના પેન્ટહાઉસમાં રાજુ ભટ્ટ, અશોક જૈન અને પીડિતા વચ્ચે સહારાની જમીનના ડીલ બાબતે મિટીંગ થઈ હતી. અને ત્યાર પછી દિવાળીપુરાના નિસર્ગ કોમ્પલેકસના ડી૯૦૩ નંબરના ફલેટમાં બંન્ને આરોપીઓએ દુષ્કર્મ અને સૃષ્ટી વિરુધ્ધનું કૃત્ય આચર્યુ હતુ. ફલેટમાં આરોપીઓએ સ્પાય કેમેરા લગાવ્યા હતા જેમાંથી ફોટોગ્રાફસ ક્લીક કર્યા હતા. આરોપી અશોક જૈને પીડિતાના ન્યુડ ફોટોગ્રાફ તેણીના કહેવાતા ફ્રેન્ડ અલ્પુ સિંધીને મોકલતાં પીડિતાએ દિલ્હીથી પાછી ફરીને ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.  

આરોપી રાજુ ભટ્ટ અને અશોક જૈનની ધરપકડ થઈ ચુકી છે. બંન્ને આરોપીઓની પૂછપરછ કરવા માટે તપાસ અધિકારીએ કોર્ટ પાસેથી રીમાન્ડ મેળવ્યા હતા અશોક જૈન હજુ રીમાન્ડ પર છે , પરંતુ પોલીસ તેને જુદા જુદા શહેરોમાં લઈને ફરી રહીછે પરંતુ કેસના બેઝીક પ્રશ્નો હજુ અનુત્તર છેજેવા કે અશોક અને રાજુ એક બીજાને કેવી રીતે ઓળખે છે તે હકીકત રેકર્ડ ઉપર આવી નથી. નિસર્ગ કોમ્પલેકસના ફલેટમાં સ્પાય કેમેરા કોણે ગોઠવ્યા ? વિગતો પણ અધ્યાર રહી છે. પીડિતાના ન્યુડ ફોટોગ્રાફસ બુટલેગર અલ્પુ સિંધીને મોકલવા પાછળનું કારણ શું ? તેનું રહસ્ય તા. ૧૯મી સપ્ટેમ્બરે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ તેના ૨૬ દિવસ પછી પણ આજે અકબંધ રહયું છે.   અશોક જૈનને લઈ પોલીસ ધોળકા અને પાલીતાણા પહોંચી

હાઈપ્રોફાઈલ રેપકેસમાં પોલીસ કસ્ટડી રીમાન્ડ ઉપર રહેલાં ચાર્ટડ એકાઉન્ટન્ટ અશોક જૈનને લઈને ક્રાઈમ બ્રાન્ચની ટીમ આજે ધોળકા, ધોલેરા અને પાલીતાણા પહોંચી હતી. જૈન પાલીતાણાની કઈ ધર્મશાળામાં રોકાયા હતા વિગેરે બાબતોની તપાસ કરીને ટીમ આવતીકાલે બપોર સુધી વડોદરા આવી પહોંચશે પરમદિવસે તા.૧૬મીએ રીમાન્ડ પુરા થયે થી કોર્ટમાં રજુ કરીને જેલમાં મોકલી આપવામાં આવશે

ડિજિટલ પુરાવાઓ કબજે કર્યા હોવાનો પોલીસનો દાવો  

રેપકેસની તપાસમાં આરોપી અશોક જૈનનો મોબાઈલ ફોન, બનાવ સાથે સંલગ્ન લક્ઝરીયસ કાર, નિસર્ગ કોમ્પલેકસના સીસીટીવી ફુટેજ સહીતના ડીજીટલ પુરાવાઓ કબજે કર્યા હોવાનો પોલીસનો દાવો છે. હવે કેસમાં કોઈ અન્ય આરોપીની ધરપકડ કરવાની બાકી નથી એટલે અશોક જૈનના પોલીસ કસ્ટડી રીમાન્ડ બાદ તપાસ અધિકારી ચાર્જશીટ બનાવીને કોર્ટમાં રજુ કરશે.

કાનજીના જામીનનો ચુકાદો અનામત  

રાજુ ભટ્ટને ભગાડવા માટે મદદ કરનારા હાર્મની હોટલના માલીક કાનજી મોકરીયા (..૫૬) (રહે, ફોર્ચ્યુન એમ્પાયર, અલકાપુરી સોસાયટી) હાલ જેલમાં છેરાજુ ભટ્ટને ભાગવા માટે રૂ. ૭૦ હજારની મદદ કરી હતી. કાનજીએ સેન્ટ્રલ જેલમાંથી છુટવા માટે કોર્ટમાં જામીન અરજી મુકી હતી. જે સંદર્ભે મુખ્ય સરકારી વકીલ અનીલ દેસાઈએ દલીલો કરી હતી. અદાલતે સોમવાર ઉપર ચુકાદો મુલતવી રાખ્યો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;