રેરાની મંજૂરી લીધા વગર ફ્લેટ વેચનાર પદ્મા એસોસિએટ્સને ૩.૨૫ લાખનો દંડ ફટકાર્યો - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • રેરાની મંજૂરી લીધા વગર ફ્લેટ વેચનાર પદ્મા એસોસિએટ્સને ૩.૨૫ લાખનો દંડ ફટકાર્યો

રેરાની મંજૂરી લીધા વગર ફ્લેટ વેચનાર પદ્મા એસોસિએટ્સને ૩.૨૫ લાખનો દંડ ફટકાર્યો

 | 12:56 am IST
  • Share

અમદાવાદના પ્રમોટર પદ્મા એસોસિએટ્સ અને વડોદરાના કાન્હા ડ્રિમલેન્ડ પાર્ટનરશીપ દ્વારા પ્રોજેક્ટમાં ફેરફાર કર્યા બાદ, ગુજરાત રિઅલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી ની મંજૂરી મેળવ્યા વગર ફ્લેટનુ વેચાણ કરતાં, રેરાએ પદ્મા એસોસિએટ્સને રુ. ૩.૨૫ લાખ અને કાન્હા ડ્રિમલેન્ડ પાર્ટનરશીપને રુ. ૪ લાખનો દંડ ફટકાર્યો છે. રેરાએ હુકમ કર્યો છે કે, ‘બંને પ્રમોટરે ૧૫ દિવસમાં આ દંડ ભરી દેવો.રેરાના ધ્યાન પર આવ્યું હતુ કે, ‘પદ્મા એસોસિએટ્સ દ્વારા નરોડા મુક્તિધામ પાસે સુરીલી બિઝનેસ હાઉસ પ્રોજેક્ટબનાવાય છે. જેમાં, પ્રોજેક્ટમાં પ્રમોટરે ફેરફાર કર્યા બાદ, રેરાની મંજૂરી મેળવી ન હતી અને ૪૫ યુનિટ વેચાણ માટે બુક કર્યા હતા. જેમાંથી, ૦૫ યુનિટ એવા હતા કે, પ્રોજેક્ટમાં ફેરફારની મંજૂરી મેળવ્યા પહેલા વેચાણ માટે બુક કરાયા હતા. આ ઉપરાંત, આઠ યુનિટ એવા હતા કે, જેમાં બુકિંગ સમયે ૧૦ ટકાથી વધુ વેચાણ કિંમત લેવાઈ હતી. આ જ રીતે, વડોદરામાં પરિવાર ચાર રસ્તા નજીક બની રહેલા કાન્હા ડ્રિમલેન્ડ પ્રોજેક્ટમાં પ્રમોટરે ફેરફાર કર્યા બાદ, રેરાની મંજૂરી મેળવી ન હતી અને ૮૯ યુનિટ વેચાણ માટે બુક કરેલા. જેમાંથી, ૦૭ યુનિટ એવા હતા કે, પ્રોજેક્ટમાં ફેરફારની મંજૂરી મેળવ્યા પહેલા વેચાણ માટે બુક કરાયેલા. આ ઉપરાંત, ૭૨ યુનિટ એવા હતા કે, જેમાં બુકિંગ સમયે ૧૦ ટકાથી વધુ વેચાણ કિંમત લેવાઈ હતી.

આ મુદ્દે, રેરાએ સુઓમોટો લઈને બંને પ્રમોટર્સને નોટિસ પાઠવેલી. આ પછી, પ્રમોટર્સે રેરા સમક્ષ રજૂઆત કરી હતી કે, તેમની ભૂલ થઈ છે. રેરાની કલમ ૩(૧) મુજબ બિલ્ડર રેરા સમક્ષ પ્રોજેક્ટ નોંધાવ્યા પહેલા યુનિટનુ બુકિંગ કરી શકે નહીં. આ ઉપરાંત, રેરાની કલમ ૧૩(૧) મુજબ બિલ્ડર બુકિંગ સમયે ખરીદનાર પાસેથી કુલ વેચાણ કિંમતના ૧૦ ટકાથી વધુ રકમ લઈ શકે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન