રેલવેમાં આમ આદમી માટે આવ્યા અચ્છે દિન, મળશે VIP સુવિધાનો લાભ - Sandesh
  • Home
  • India
  • રેલવેમાં આમ આદમી માટે આવ્યા અચ્છે દિન, મળશે VIP સુવિધાનો લાભ

રેલવેમાં આમ આદમી માટે આવ્યા અચ્છે દિન, મળશે VIP સુવિધાનો લાભ

 | 11:39 pm IST

 ટ્રેનનાં જનરલ કોચમાં પ્રવાસ કરતા આમ આદમીને હવે AC કોચ જેવી શ્રેષ્ઠ સુવિધાઓ આપવામાં આવશે. આમ તેમનો પ્રવાસ પણ અમીરોની જેવો આરામદાયક રહેશે. એક્સ્પ્રેસ ટ્રેનોમાં હવે રિઝર્વેશન વિનાનાં ડબ્બામાં દીનદયાળુ કોચ લગાવવામાં આવશે જેમાં રાજધાની અને શતાબ્દી જેવી VIP ટ્રેનોથી પણ વધુ સુવિધાઓ મળશે.  

શુદ્ધ પાણી અને બાયો ટોઈલેટ
આવા કોચમાં એક્વાગાર્ડ લગાવવામાં આવશે. જેથી પ્રવાસીઓ વિનામૂલ્યે શુદ્ધ પાણી મેળવી શકશે. રાજધાની અને શતાબ્દી ટ્રેનોમાં પણ આવી સુવિધાઓ નથી હોતી. માર્ચ સુધીમાં જુદીજુદી ટ્રેનોમાં આવા 700 કોચ જોડવામાં આવશે. આવા કોચ ચેન્નઈમાં લગાવવામાં આવ્યા છે. સામાન્ય કોચમાં બાયો ટોઈલેટ અને ડસ્ટબિન મૂકવામાં આવશે. ટોઈલેટમાં ઈન્ડિકેટર લગાવાશે જેથી તે ખાલી છે કે નહીં તેની જાણ થશે. ટોઈલેટમાં પાણી છે કે નહીં તે માટે પણ ઈન્ડિકેટર મુકાશે.

કોચમાં ઈમરજન્સી દરવાજા તેમજ તમામ સીટો પર બ્રેઈલ લિપિનો ઉપયોગ કરાયો છે જેથી અંધ પ્રવાસીઓને તકલીફ ન પડે. ટ્રેનમાં સીટો વધુ નરમ તેમજ મોબાઈલ ચાર્જિંગની પણ સુવિધા આપવામાં આવશે. કોચની સીટો અગાઉની સરખામણીમાં વધુ નરમ અને ગાદીવાળી બનાવાઈ છે જેથી પ્રવાસીઓ આરામથી સફર કરી શકશે. તમામ સીટો ફોમવાળી બનાવાઈ છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને કોચમાં બે ફાયર એક્સટ્વિન્ગીશર્સ પણ મુકાશે. કપડાં લટકાવવા હુક પણ લગાવાયા છે. સામાન મૂકવા માટે સાઈડમાં કેરિયર લગાવવામાં આવ્યા છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન